હવે પાસપોર્ટ બનાવવો થયો સરળ, જાણો કેવી રીતે ?
.પાસપોર્ટ આવેદકો માટે સારા સમાચાર છે. કારણ કે હવે તમને પાસપોર્ટ બનાવવા માટે વધુ પરેશાનીનો સામનો નહી કરવો પડે. પાસપોર્ટ માટે કરવામાં આવતા આવેદનોમાં હવે તમને કોઈ પ્રમાણપત્ર માટે સોગંધનામુ નહી આપવુ પડે.
ચંડીગઢ પાસપોર્ટ વિભાગના રીઝનલ પાસપોર્ટ અધિકારી રાકેશ અગ્રવાલે જણાવ્યુ કે મિનિસ્ટ્રીએ હવે બધા પાસપોર્ટના સોગંધનામા ખતમ કરી દીધા છે. પહેલા લોકોને મેરેજ સર્ટીફિકેટ બનાવવામાં સોગંધનામુ જરૂરી હતુ. હવે એવુ નથી.
આવેદકોના જન્મ પ્રમાણપત્ર માટે પણ નોટરી દ્વારા કોઈ સોગંધનામાની જરૂર નહોતી. રીઝનલ પાસપોર્ટ અધિકારીએ કહ્યુ કે સોગંધનામુ લેવાને બદલે સ્વપ્રમાણિત કોપી લેવામાં આવી રહી છે.
પાસપોર્ટ માટે સોગંધનામુ ખતમ કરવાની સાથે જ પાસપોર્ટ વિભાગની પાસે બેસેલ નોટરીનુ કામ પણ હવે લગભગ ખતમ થઈ ગયુ છે. મોટાભાગના સોગંધનામા માટે આ નોટરી દ્વારા જ સંપર્ક કરતા હતા.