મંગળવાર, 4 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2022 (15:52 IST)

ગુજરાતમાં કચ્છ-ભૂજ ખાતે ઇલેકટ્રીક કોમર્શિયલ વ્હીકલ પ્રોડક્શન માટેનો પ્લાન્ટ સ્થપાશે.

A plant for electric commercial vehicle production will be set up at Kutch-Bhuj in Gujarat
ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ એલ.એલ.સી અને ગુજરાત સરકાર વચ્ચે આ પ્લાન્ટ ની સ્થાપના માટેના એમ.ઓ.યુ. થયા છે 
 
રૂ. ૧૦૮૦૦ કરોડના કુલ રોકાણ સાથે સ્થપાનારા આ પ્લાન્ટમાં ચાલુ નાણાંકીય વર્ષ ર૦રર-ર૩માં ૧ર૦૦ કરોડના રોકાણ સાથે ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ આ પ્લાન્ટ શરૂ કરશે 
 
૧૦ હજાર જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અવસર પૂરો પાડનારા આ પ્લાન્ટની સ્થાપના માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં એમ.ઓ.યુ સંપન્ન કરવામાં આવ્યા હતા. 
 
ગુજરાત સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ તથા ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ તરફથી ફાઉન્ડર અને સી.ઇ.ઓ. શ્રી હિમાંશુ પટેલે આ એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કરી એમ.ઓ.યુ પરસ્પર આદાન-પ્રદાન કર્યા હતા 
 
ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ પોતાના આ ૬૪પ એકર વિસ્તારમાં પથરાયેલા પ્લાન્ટમાં વાર્ષિક પ૦ હજાર ટ્રકની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ કરશે. 
 
એટલું જ નહિ, ચેસિસ અને કેબિન, રોબોટિક પેઇન્ટ શોપ, ચેસિસ સબ એસેમ્બલી અને ક્વોલિટી એસ્યોરન્સ તથા મટિરિયલ ટેસ્ટીંગ લેબ જેવી ઇન હાઉસ ફેસેલીટીઝ પણ તેઓ ઊભી કરવાના છે.
 
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ એ યુ.એસ.એ બેઇઝડ કંપની છે. લિથીયમ બેટરી સેલ અને ઇલેકટ્રીક વ્હીકલ કંટ્રોલર્સના ઉત્પાદનમાં વિશેષ તજ્જ્ઞતા ધરાવે છે 
 
ટ્રિટોન દ્વારા વર્લ્ડકલાસ સેફટી અને ફંકશનાલિટીઝ સાથે શ્રેષ્ઠ લોંગ રેંજ ઇલેકટ્રીક વ્હીકલ વિકસાવવામાં આવી રહ્યા છે
 
યુ.એસ.એ માં ટ્રિટોન દ્વારા ઇલેકટ્રીક સેમી ટ્રક, એસ.યુ.વી, ઇલેકટ્રીક સેડાન, ડિફેન્સ ઇલેકટ્રીક વ્હીકલ અને ઇલેકટ્રીક રિક્ષાનું ઉત્પાદન કરવામાં આવે છે
તેઓ ગુજરાતના ભૂજમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા જઇ રહ્યા છે તે અંગેના એમ.ઓ.યુ તેમણે ગુજરાત સરકાર સાથે કર્યા છે. 
 
રાજ્ય સરકાર આ પ્લાન્ટની સ્થાપના માટેની જરૂરી પરવાનગીઓ, મંજૂરીઓ અને નોંધણી પ્રક્રિયાઓમાં પ્રવર્તમાન નીતિ-નિયમો અનુસાર સહાયક બનશે. 
 
આ એમ.ઓ.યુ સાઇનીંગ વેળાએ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા તેમજ ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા