Amul Milk Price Hike: હવે ગ્રાહકોને રડાવશે દૂધની મોંઘવારી, અમૂલે વધારી દીધી કિમંત, જાણો ક્યારથી થશે લાગૂ  
                                       
                  
				  				  
				   
                  				  વધતી જતી મોંઘવારીમાં હવે દૂધે પણ ઉછાળો માર્યો છે. હવે ગ્રાહકોએ ઉંચા ભાવે અમૂલ દૂધ ખરીદવું પડશે. દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલે તેના દૂધની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે (Amul Milk Price Hike). કંપનીએ તેના દ્વારા વેચાતા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે. અમૂલે એક નિવેદન રજુ કરીને આ જાણકારી આપી છે. દૂધના વધેલા ભાવ મંગળવાર, 1 માર્ચથી લાગુ થશે. હવે ગ્રાહકોએ અડધા લિટર અમૂલ ગોલ્ડ માટે 30 રૂપિયા, અમૂલ તાઝા માટે 24 રૂપિયા અને અમૂલ શક્તિ માટે 27 રૂપિયા ચૂકવવા પડશે
				  										
							
																							
									  
		સમગ્ર દેશમાં લાગુ થશે વધેલી કિંમતો 
		અમૂલે તમામ દૂધ ઉત્પાદનો અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ અને અમૂલ તાઝાના ભાવમાં વધારો કર્યો છે. વધેલી કિંમતો સમગ્ર દેશમાં લાગુ થશે. તેનાથી ગૃહિણીઓનું કિચન બજેટ વધશે. કંપનીએ તેની રજૂઆતમાં જણાવ્યું હતું કે દૂધના ભાવમાં વધારો ઉર્જા, પેકેજિંગ, પરિવહન અને પશુ આહારના ભાવમાં વધારાને કારણે થયો છે. વધેલી કિંમતો 1 માર્ચ, 2022થી લાગુ થશે.
 				  
		 
		 બે વર્ષથી   કંપની કિંમતમાં વધારો કરી રહી છે
		 
		અમૂલે છેલ્લા બે વર્ષથી દર વર્ષે દૂધના ભાવમાં ચાર ટકાનો વધારો કર્યો છે. અમૂલ બ્રાન્ડનું સંચાલન કરતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ દૂધના ભાવમાં આ વધારો કર્યો છે. કંપનીએ લગભગ 7 મહિના અને 27 દિવસ પછી કિંમતોમાં વધારો કર્યો છે. તે જ સમયે, અમૂલે ખેડૂતો પાસેથી દૂધની કિંમતમાં 35 થી 40 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો કર્યો છે. જે ગત વર્ષની સરખામણીએ પાંચ ટકા વધુ છે. કંપનીના જણાવ્યા અનુસાર, ખેડૂતોને અમૂલ દૂધની ખરીદી પર ચૂકવવામાં આવતા દરેક રૂપિયામાંથી લગભગ 80 પૈસા મળે છે.
 				  																			
						
						 
							
 
							 
																																					
									  
		 
		આ રહ્યા નવા ભાવ
		કંપની દ્વારા જારી કરાયેલા રીલીઝ મુજબ, અમૂલ ગોલ્ડની કિંમત(Amul Gold rate)  500 મિલી દીઠ રૂ. 30, અમૂલ તાઝાની(Amul Taza rate) કિંમત 500 મિલી દીઠ રૂ. 24 અને અમૂલ શક્તિ (Amul Shakti rate)ગુજરાતના અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં રૂ. 27 પ્રતિ 500 મિલી હશે