ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. બજેટ 2023
Written By
Last Updated : ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (09:29 IST)

Budget 2023 પહેલા સરકારે આપી Good News, જાણો કોણે મળવાની છે 5000 રૂપિયાની લોન

બજેટની જાહેરાત પહેલા સરકાર તરફથી નાના વેપારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. દૂરદર્શન અને સૂચના પ્રોધોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે કહ્યુ કે સરકાર વર્ષ 2023માં ડિઝિટલ પ્રોદ્યોગિકીઓની મદદથી રેહડી-પટરીવાળાને 5000 રૂપિયા સુધીની નાની લોન સુવિદ્યા આપવા પર ખાસ જોર આપશે. 
 
વૈષ્ણવે ડિઝિટલ ઈંડિયા પુરસ્કાર વિતરણ સમારંભમાં કહ્યુ 2023માં રેહડી પટરીવાળાની 3000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની નાની લોન જરૂરિયાતોને પુર્ણ કરવા માટે સરળ રીતે લોન સુવિદ્યાઓ પુરી પાડવા પર ખાસ ધ્યાન આપશે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક નાગરિકને ડિઝિટલ રૂપે જોડવા માટે દેશના બધા ભાગ સુધી 4જી અને 5જી દૂરદર્શન સેવાઓ પહોંચાડવા લગભગ રૂ. 52,000 કરોડ ફાળવ્યા છે.
 
મંત્રીએ કહ્યુ કે દેશ આ વર્ષે સ્વદેશી રૂપથી વિકસિત 4જી 5જી પ્રોદ્યોગિકીઓને લાગૂ થતા જોશે. તેમણે કહ્યુ કે પ્રોદ્યોગિકીના ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવા પ્રધાનમંત્રી મોદીના વિઝનના મુજબ દેશમાં ખૂબ જલ્દી એક ઈલેક્ટ્રોનિક ચિપ વિનિર્માણ સંયંત્રની સ્થાપના કરવામાં આવશે. 
 
પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેંડર્સ આત્મનિર્ભર નિધિ (સ્વનિધિ) યોજનાને સૂક્ષ્મ-ઋણ સુવિદ્યાના રૂપમાં જૂન 2020માં શરૂ કરવામાં આવ્યુ હતુ. આ યોજનાનો હેતુ કોવિડ-19 મહામારીના કારણે થયેલ નુકશાનની ભરપાઈ કરવા માટે શેરી વિક્રેતાઓને સશક્ત બનાવવાનો છે.