મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 12 એપ્રિલ 2024 (10:57 IST)

શેયર બજારની તેજી પર લાગી બ્રેક, સેંસેક્સ 75 હજારથી નીચે પછડાયુ, નિફ્ટી 81 અંક ગબડ્યુ

 Break on stock market boom
ભારતીય શેરમાર્કેટની તેજી પર આજે બ્રેક વાગી ગઈ છે. અઠવાડિયાના અંતિમ વેપારના દિવસે શુક્રવારની શરૂઆત કમજોર થઈ છે. બીસઈ સેંસેક્સ  270.77 અંક તૂટીને 74,767.38 અંક પર પહોચી ગયુ છે. આ રીતે સેંસેક્સે 75 હજારના લેવલ પર બ્રેક લગાવી છે. બીજી બાજુ નિફ્ટી 81.60 અંક ગબડીને  22,672.20 અંક પર વેપાર કરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે ઈદ-ઉલ-ફિતરને કારણે શેર બજાર બંધ રહ્યુ હતુ. 
 
 ભારતીય શેરબજારની ગતિ આજે ધીમી છે અને બજારની શરૂઆત સુસ્ત થઈ ગઈ છે. PSU બેન્ક ઈન્ડેક્સમાં ઘટાડો થઈ રહ્યો છે અને તેના કારણે બેન્ક શેર્સમાં નબળાઈ જોવા મળી રહી છે જે બજારને નીચે ખેંચી રહ્યું છે. સ્થાનિક બજારમાં પ્રોફિટ બુકિંગનું વર્ચસ્વ છે અને સ્મોલકેપ-મિડકેપ સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મેટલ ઈન્ડેક્સ, ફાર્મા ઈન્ડેક્સ, ફાઈનાન્સિયલ સર્વિસ સેક્ટર, આઈટી સેક્ટર અને બેન્કિંગ સેક્ટર પર દબાણના કારણે માર્કેટમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી અને તે હજુ પણ ઘટાડા પર છે. 
 
 બજારના ટોપ ગેઇનર્સમાં NTPC 2.68 ટકા, ટાટા મોટર્સ 1.27 ટકા, L&T 0.66 ટકા, નેસ્લે 0.56 ટકા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.36 ટકા પર ટ્રેડ કરી રહ્યાં છે. આ સિવાય આજે સેન્સેક્સ ટોપ લૂઝર્સમાં સન ફાર્મા 1.50 ટકા તૂટ્યો છે. મારુતિ 1.28 ટકા, JSW સ્ટીલ 1.22 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક લગભગ એક ટકા અને એશિયન પેઇન્ટ્સ 0.85 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યાં છે.