1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 28 ફેબ્રુઆરી 2015 (18:04 IST)

BUDGET 2015 : જાણો અરુણ જેટલીએ રજુ કરેલ બજેટના મુખ્ય મુદ્દા

-  અપ્રત્યક્ષ કરથી 23 હજાર કરોડથી વધુનો ફાયદો થશે 
- ડાયરેક્ટ ટેક્સની જોગવાથી 8315 કરોડનુ નુકશાન થશે 
- નાણાકીય મંત્રીનો દાવો  - 4 લાખ 44 હજાર 400 રૂપિયા સુધીની છૂટ 
- ટ્રાસપોર્ટ અલાઉંસ 800થી વધીને 1600 રૂપિયા 
- સુકન્યા યોજનામા6 80સી હેઠળ છૂટ. 80 સી ઉપરાંત 50 હજાર 80 સીસીડીમાં લગાવવા પર છૂટ મળશે 
- પેંશન ફંડ પર છૂટ 1 લાખ થી વધારીને દોઢ લાખ કરવાની યોજના 
- સ્વચ્છ ભારત સેસ લાગશે 
- વરિષ્ઠ નાગરિકો માટે હેલ્થ ઈંશ્યોરેંસ 30 હજાર છૂટ 

- હેલ્થ ઈંશ્યોરેંસ 15 હજારથી વધીને 24 હજાર 
-સર્વિસ ટેક્સ 12.36 થી વધીને 14 ટકા થશે .. ખાવા-પીવાનુ દરેક બિલ થશે મોંઘુ 
- જૂતા સસ્તા થશે. 1000 રૂપિયાથી વધુ ચામડાના જૂતા પર એક્સાઈટ ડ્યુટી ઘટીને 6 ટકા થશે 
- જીએસટીના હેઠળ કેન્દ્રીય એક્સાઈઝ ડ્યુટી 12.36 ટકાથી વધીને 12.5 ટકા કરવનો પ્રસ્તાવ 
- બે ટકા એડીશનલ સરચાર્જ વધ્યો. જેનાથી ઈનકમ ટેક્સ વિભાગને 9 હજાર કરોડ વધુ મળશે 
- અમીરો પર ટેક્સ વધશે . 1 કરોડથી વધુ આવક પર બે ટકા વધુ સરચાર્જ 
- વેલ્થ ટેક્સને ખતમ કરવાનુ એલાન 
- મેક ઈન ઈંડિયાને પ્રોત્સાહન આપવા માટે વિદેશથી આવનારા સમયમાં પુર્જા અને કાચો માલ સસ્તો થશે 
- કંપનીઓને મળનારી છૂટ ખતમ થશે 
- જમીન કે કોઈ સંપત્તિ લેવા પર 20 હજાર રૂપિયા કેશમાં આપી શકાશે 
- આ માટે FEMAમાં પણ સંશોધન કરવામાં આવી રહ્યુ છે જો વિદેશમાં કોઈ સંપત્તિની જાણ થાય છે અને ટેક્સ વિભાગને નહી બતાવાયુ તો તેની સમસંપત્તિ એ વ્યક્તિની દેશમાં જપ્ત કરવામાં આવશે. 
- જો વિદેશોમાં કોઈ સંપત્તિ હશે કે એકાઉંટ હશે તો તેના પર રિટર્ન ફાઈલ કરવુ અનિવાર્ય હશે ભલે તેના પર કોઈ ટેક્સ બને કે નહી 
- જો ઈનકમ ટેક્સમાં વિદેશી ધનની માહિતી નહી આપવામાં આવી તો તેના પર પણ 7 વર્ષની સજાની જોગવાઈ 
- આ કાયદામાં વિદેશોમાં કાળા નાણા ધન છુપાવવા પર 10 વર્ષ સુધીની કડક સજાની જોગવાઈ રહેશે અને કાળા નાણા વિદેશોમાં લઈ જવા પર 300 ટકા પેનલ્ટી લગાવવામાં આવશે 
- વિદેશોમાં જનારા કાળા ધનની સમસ્યાનો સામનો કરવા માટે નવો કાયદો સંસદમાં આ વર્ષે મુકવામાં આવશે 
- ધનબાદને આઈઆઈટીનો દરજ્જો આપવામાં અવશે 

- ઈન્કમ ટેક્સ સ્લેબમાં  કોઈ ફેરફાર નહી 
- આ ફેરફાર આગામી નાણાકીય વર્ષથી લાગુ થશે 
- આગામી ચાર વર્ષમાં કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટીને 25 ટકા કરવામાં આવશે જેથી રોજગાર વધી શકે 
- ટેક્સ નીતિ સ્થિર રાખવાનો કોશિશ ટેક્સ નીતિમાં સુધારની જરૂર છે તેમા જીએસટીનો મુખ્ય રોલ રહેશે 
- વસ્તુ અને સેવા કર અમારી કોશિશ છેકે જીએસટી આવતા વર્ષ સુધી લાગુ કરવામાં આવે 
- કુલ ખર્ચ 17 લાખ 70 હજાર 777 કરોડ રૂપિયા 
-ટેક્સ ખર્ચ 14 લાખ 49 હજાર 490 કરોડ રૂપિયા 
- યોજના ખર્ચ - 4 લાખ 65 હજાર 277 કરોડ રૂપિયા 
- ગેર યોજના ખર્ચ - 13 લાખ 
- વ્યવસાયિક વિવાદને ઉકેલવા માટે નવો કાયદો બનશે 
- સિગાપુરની જેમ ગુજરાતમાં નવુ ફાઈનેંસ સેંટર તૈયાર 
- બે લાખ 46 હજાર 727 કરોડ રૂપિયા રક્ષા ક્ષેત્ર માટે.  બજેટીય વહેંચણી રક્ષામાં પહેલા જ વિદેશી રોકાણની મંજુરી 
- નમામિ ગંગે 4137 કરોડ રૂપિયા 
- આશા છે કે બધા ક્ષેત્રમાં વધેલી વહેંચણી આગળ વધશે 
- 10.351 કરોડ મહિલા અને બાલ  કલ્યાણ માટે 
- રહેઠાણ માટે 22.407 કરોડ રૂપિયા 
- સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે 33.151 કરોડ રૂપિયા 
- શિક્ષા ક્ષેત્રને 68.968 કરોડ રૂપિયા મળશે 
- ફાઈનેંસ કમીશનની ભલામણથી બંગાળ અને બિહારને વધુ ફાયદો. બાકી પૂર્વોત્તરના રાજ્યો પર વધુ જોર રહેશે. 
- ડિઝિટલ ઈંડિયામાં ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કને વધારવાનુ છે. 
 
- બેંક બોર્ડ બ્યુરોનો પ્રસ્તાવ 
- અરુણાચલમાં ફિલ્મ ઈંસ્ટીટ્યુટ ખુલશે 
- જમ્મુ આંધ્રમાં IIM
 
- ધનબાદને આઈઆઈટીનો દરજો આપવામાં આવશે 
- બિહાર પંજાબ અને તમિલનાડુ હિમાચાલમાં એક એક AIIMS ખુલશે 
- મધ્ય વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સસ્તા અને સરળ લોન લઈ શકે તેવી સુવિદ્યા 
પબ્લિક કોંટ્રેક્ટ એક્ટ બનાવવાનો પ્રસ્તવ જેથી કાંટ્રેક્ટ શરૂ કરવામાઅં જે મુશ્કેલી હોય તે દૂર થાય 
- વીજળીની ગાડીયો વધારવા પર જોર 
- 43 દેશોથી વધરીને 150 દેશોમા વીઝા ઓન અરાઈવલની સુવિદ્યા આપશે
- પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઓલ્ડ ગોવા એલિફેંટૅઅ વારાણસી અમૃતસર હૈદરાબાદ ને વર્લ્ડ હેરીટેઝ બનાવીશુ 
- 25 વર્લ્ડ હેરિટેજને વ્યવસ્થિત બનાવવાની કોશિશ કરીશુ 
- મહિલા સુરક્ષા માટે 1000 કરોડ નિર્ભયા ફંડમાં આપવાનો પ્રસ્તાવ 
- હુ પ્રસ્તાવ મુકુ છુ કે વિદેશી રોકાણમા નિયમોને સરળ બનાવવામાં આવશે. જે ક્ષેત્રમાં 100 ટકા વિદેશી રોકાણની મંજુરી છે ત્યા FII અને  FDIનો તફાવત મટી જશે 
- કાળુ નાણુ રોકવા માટે રોકડ ટ્રાંજેક્શન ઓછુ થશે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા વધુ પેમેંટને પ્રોત્સાહન આપવાની યોજના 
- ઈંડિયન ગોલ્ડ કોઈન રજુ થશે. જેના પર અશોક ચક્ર રહેશે જેથી વિદેશના ગોલ્ડ કોઈનની બદલે લોકો દેશમાં બનેલા સિક્કાનો ઉપયોગ કરે 


- ગોલ્ડ એક મેટલ એકાઉંટ રહેશે. જેમ તમે તમારુ સોનુ મુકી શકશો જેનાથી તમને વ્યાજ મળી શકશે 
- EPF માં કર્મચારીઓને વિકલ્પ મળશે 
- જીએસટી લાગુ કરવાનુ લક્ષ્ય 
- આંતરરાષ્ટ્રીય સ્તરની ડાયરેક્ટ ટેક્સ પ્રણાલી લાગુ કરવાનુ લક્ષ્ય 
- સેબી અને એએફએમસીનો વિલય થશે 
- વાયદા બજારને મજબૂત કરવા અને સટ્ટેબાજી રોકવાની યોજના 
- પ્રધાનમંત્રી ખેતી સિંચાઈ યોજનામાં 3000 કરોડ રૂપિયા વધુ આપીશુ 
 
- મનરેગા માટે આવુ કરવા પર આ અત્યાર સુધીની સૌથી મોટી વહેંચણી હશે 
- જો ટેક્સ દ્વારા સરકારને સારી આવક થશે તો મનરેગા માટે વહેંચણી 5 હજાર કરોડ સુધી વધારવામાં આવશે 
- વીજળી પરિયોજનાઓ માં રોકાણ દ્વારા અન્ય ક્ષેત્રોમાં એક લાખ કરોડનુ મનિવેશ ખુલી શકે એવી આશા 
- અલ્ટ્રા મેગા વીજળી પરિયોજના શરૂ કરવાનો પ્રસ્તાવ.. એક પરિયોજનામાં 4000મેગાવોટની રહેશે 
- સેંટ્ર યોજના માટે 2000 કરોડ રૂપિયા 
- આઈટી માટે નવી યોજના સેંટ્રની શરૂઆત 
- બંદરગાહને જુદી કંપની બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. તેમની પોતાની જે જમીન છે તેનો ઉપયોગ કરવામાં આવશે 
- રિસર્ચ એંડ ડેવલોપમેંટ માટે 150 કરોડ રૂપિયા 
- રેલ, રોડ સિંચાઈ યોજનાઓ માટે ફ્રી ઈફ્રાસ્ટ્રક્ચર બોંડ 

જનધન, આધાર અને મોબાઈલ દ્વારા સામાન્ય લોકો સુધી સબસીડી પહોંચાડીશુ 
- નાના વેપારીઓને લોનની સુવિદ્યા માટે 20 હજાર કરોડ રૂપિયાની મૂડી દ્વરા મુદ્રા બેંક બનાવવામાં આવશે 
- 2015-16 ખેડૂતોને 8.5 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન આપવાનું લક્ષ્ય 
- નવી વ્યવસ્થામાં કુલ રાજસ્વમાં રાજ્યોનો ભાગ 62 ટકા અને કેન્દ્રનો ભાગ 38 ટકા રહેશે 
- ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખોટ 4.1 ટકા રાખવાનુ લક્ષ્ય મેળવ્યુ. બે ને બદલે ત્રણ વર્ષમાં 3 ટકા રાખવાનુ લક્ષ્ય 
-2022 સુધી બેરોજગારી ખતમ કરી નાખીશુ 
- 20 હજાર ગામો સુધી વીજળી પહોંચાવીશુ 
- સ્વચ્છ ભારત મિશનને અમે આંદોલનમાં બદલ્યુ 
- રાજ્ય પણ બરાબરીથી ભાગીદાર રહેશે - જેટલી 
- જૂની સરકાર પર નિશાન તાક્યુ 
- મૌદ્રિક નીતિ સમિતિ રચના કરવા માટે અમે આ વર્ષે આરબીઆઈ એક્ટમાં સંશોધનની પહેલ કરીશુ 
- 6 કરોડ ટોયલેટ બનશે.. 20 હજાર ગામ સુધી વીજળી પહોંચશે 
- મૌદ્રિક નીતિ સમિતિ રચના કરવા માટે અમે આ વર્ષે આરબીઆઈ એક્ટમાં સંશોધનની પહેલ કરીશુ 
- કોલસા બ્લોકની પારદર્શી નીલામી સાથે સંબંધિત રાજ્યોને રોયલ્ટી દ્વારા લાખો કરોડ રૂપિયા મળ્યા છે 

- 2022 સુધી ગરીબી હટાવવાનુ લક્ષ્ય 
- છુટક ફુગાવાનો દર વર્ષના અંત સુધી 5 ટકા રહેવાનુ અનુમાન 
-ચાલુ નાણકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિ દર 7.4 ટકા રહેવાનુ અનુમાન.. રૂપિયો 6.4 ટકા મજબૂત થયો 
- ઈંફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી રોકાણની જરૂર 
- ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ દર 7.4 ટકા રહેવાનુ અનુમાન.. રૂપિયા 6.4 ટકા મજબૂત થયુ 
- આર્થિક વાતાવરણ પહેલાની તુલનામાં ઘણો સુધારો છે. રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. 
- JAM જનધન, આધાર મોબાઈલ  
- 6 કરોડ શૌચાલય બનાવવાનુ લક્ષ્ય 
- 2014-15માં 50 લાખ શૌચાલય બન્યા 
- અર્થવ્યવસ્થા જ મજબૂત નથી થયુ .. દેશને અમે નવી દિશા પણ આપી. 
- ફુલ કઈ ખિલાને હૈ લેકિન બાગ મેં કાંટે કંઈ પુરાને હૈ - અરુણ જેટલી 
- દુનિયામાં મંદી છે  આવા વાતવરણમાં ભારતની અર્થવ્યવસ્થા તીવ્ર ગતિથી આગળ વધવા તૈયાર 
- લોકોની જીંદગીને સરળ બનાવવી એ જ લક્ષ્ય 
- 9 મહિનામાં અનેક યોજનાઓ શરૂ કરી  
-  લોકસભાની કાર્યવાહી શરૂ. બજેટ 2015 રજુ કરી રહ્યા છે અરુણ જેટલી 
- બજેટ પર કેબિનેટની મોહર લાગી.. કેબિનેટની બેઠકમાં બજેટને મળી મંજુરી  










- મંત્રાલયમાંથી નીકળ્યા નાણાકીય મંત્રી અરુણ જેટલી 
- રાષ્ટ્રપતિને મળ્યા પછી સંસદ પહોંચશે જેટલી 
- સેંસેક્સ 100 અંક ઉપર ખુલ્યો 
- થોડીવારમાં રાષ્ટ્રપાતિને મળવા જશે જેટલી 
- નાણાકીય મંત્રી હાલ નોર્થ બ્લોકના નાણાકીય મંત્રાલયના ઓફિસમાં છે 
- આજે સંસદમાં બજેટ રજુ કરશે નાણાકીય મંત્રી અરુણ જેટલી 
 
સબસીડી પર કેંચી ચલાવી શકે છે નાણાકીય મંત્રી જેટલી  - મોદી સરકારના શુક્રવારે સંસદમાં રજુ કરશે આર્થિક સમીક્ષામાં સંકેત આપ્યા હતા કે બજેટમાં સબસીડી પર કેચી ચલાવી શકે છે. સમીક્ષામાં કહેવામાં આવ્યુ છે કે સબસીડીને તર્કસંગત બનાવીને તેનો બોઝ ઓછો કરવો જોઈએ. 
 
વિકાસ દર વધશે - નાણાકીય મંત્રી અરુણ જેટલીએ વર્ષ 2014-15 ની આર્થિક સમીક્ષા સંસદના પટલ પર મુકી. તેમા આવતા નાણાકીય વર્ષ દરમિયાન આર્થિક વૃદ્ધિ દર 8.1 થી 8.5% ની વચ્ચે રહેવાનુ અનુમાન લગાવ્યુ છે. પાછળના વર્ષોમાં આ 8 થી 10% સુધી જઈ શકે છે. ચાલુ નાણાકીય વર્ષની ત્રીજી ત્રિમાસિકમાં વિકાસ દર 7.5% રહી છે. આ આંકડા જીડીપી ગણનાના નવા આધાર વર્ષ અને નવી પદ્ધતિના અનુરૂપ છે.  
 
મોટા સુધારાનો સંકેત - મોદી સરકારે શનિવારે રજુ થવાના બજેટમાં મોટા સુધારાને વધારવાનો સંકેત પણ આપ્યો. સમીક્ષામાં કહેવામાં આવ્યુ છે કે ભારત આ સમયે સારી સ્થિતિમાં છે. આવામાં મોટો સુધાર આગળ વધારવાની તક છે. 
 
મોંઘવારીમાં ઘટાડો આવ્યો - આર્થિક સમીક્ષામાં આ પણ દાવો કરવામાં આવ્યો છે કે દેશની મોંઘવારી દરમાં ઘટાડો આવ્યો છે. જો કે ભવિષ્યમાં મોંઘવારી વલણને લઈને સમીક્ષામાં કોઈ સ્પષ્ટ સંકેત નથી. સમીક્ષામાં કહેવામાં આવ્યુ છે કે એપ્રિલ ડિસેમ્બર 2014માં મોંઘવારીમાં ઘટાડો આવ્યો છે. 
 
 આર્થિક સુધારા અને વિકાસ દરના મોટા દાવા પછી આજે સવારે અગિયાર વાગ્યે નાણાકીય મંત્રી અરુણ જેટલી લોકસભામાં મોદી સરકારનુ પ્રથમ પુર્ણ બજેટ રજુ કરશે. જેટલી સંસદ પહોંચી ગયા છે અને થોડી જ વારમાં પિટારો ખુલશે. 
 
આ બજેટને વિકાસ દરને બે અંકોમાં પહોંચાડવાના મોદી સરકારના બ્લુ પ્રિંટના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. આવતીકાલે રજુ આર્થિક સર્વેક્ષણથી આ વાતનો સંકેત પણ મળે છે. આ બજેટ દ્વારા નોકરિયાત લોકોને ખૂબ આશાઓ છે કે જ્યારે જેટલીની પોટલી ખુલશે તો તે માટે રાહતની ભેટ રહેશે. 
 
લોકસભા ચૂંટણીમાં પુર્ણ બહુમતની સાથે સરકાર બનાવ્યા પછી એનડીએ સરકારનુ પ્રથમ પુર્ણકાલિક બજેટ આજે રજુ થશે. મોંઘવારીની માર ઝીલી રહેલ લોકોને આશા છે કે જેટલી નોઅક્રિયાત લોકોને ઈનકમ ટેક્સમાં રાહત આપશે. થોડા દિવસો પહેલા એસોચૈમના એક સર્વેમાં આ વાત સામે આવી હતી કે લોકો ઈનકમ ટેક્સમાં વધુ રાહત ઈચ્છે છે.  વર્તમાન સમયમાં અઢી લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નથી લાગતો અને જુદી જુદી ધારાઓ હેઠળ રોકાણ કરવા પર દોઢ લાખ બીજી અનેક છૂટ મળે છે. 
 
હવે એવુ માનવામાં આવી રહ્યુ છે કે હોમ લોનના વ્યાજ પર છૂટની સીમાને દોઢથી વધારીને બે લાખ કરી શકાય છે. ઓછી કિમંતવાળા ઘરો માટે લોન પર વ્યાજમાં કમી શક્ય 
 
આ ઉપરાંત ગૃહિણીયોને પણ આશા છે કે સરકાર રોજબરોજના ઉપયોગમાં આવનારી વસ્તુઓના ભાવમાં કપાત કરશે.  
 
કેન્દ્ર સરકારની તાજેતરમાં જાહેર નીતિયો અને બે હજાર બાવીસ સુધી સૌને ઘરનુ વચન પછી એવુ માનવામાં આવી રહ્યુ છે  આ બજેટમાં રિયાલિટી સેક્ટરને મજબૂત કરવા માટે નાણાકીય મંત્રી અંક પગલાનુ એલાન કરી શકે ક હ્હે. ઈફ્રાસ્ટ્ર્કચરને મજબૂત કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈરાદાથી મજબૂત કરવા માટે આ બજેટમાં સ્માર્ટ સિટીની યોજના પર પણ જોર રહેશે.  સૂત્રોના મુજબ બાર શહેરોમાં સ્માર્ટ સિટી વિકસિત કરવા પર નાણાકીય મંત્રી પચાસ હજાર કરોડની બજેટ રકમની વહેચણીનું એલાન કરી શકે છે. આ ઉપરાંત બે હજાર સોળમાં લાગુ થનારા જીએસટીને લઈને પણ સરકાર પોતાના બ્લૂ પ્રિંટ રજુ કરી શકે છે.