ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 એપ્રિલ 2018 (16:30 IST)

NO CASH - ATMની લાઈનમાં લોકો પરેશાન, RBI બોલ્યુ - કેશની કોઈ સમસ્યા નથી...

દેશમાં એકવાર ફરી નોટબંધી જેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં તો કેશની ક્રાઈસિસ થઈ ગઈ છે. આ મુદ્દા પર નાણાકીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ છે કે તેમણે સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી છે. દેશમાં કૈશની કમી છે ફક્ત કેટલાક સ્થળ પર અચાનક માંગ વધી જવાથી આ સમસ્યા સામે આવી છે. 
 
નાણાકીય મંત્રીએ મંગળવારે ટ્વીટ કર્યુ, મેં દેશની કૈશ સમસ્યાની સમીક્ષા કરી છે. બજાર અને બેંકોમાં પર્યાપ્ત માત્રામાં કેશ છે. જે એકદમ સમસ્યા  આવી ગઈ છે એ એટલા માટે કે અમુક સ્થાન પર અચાનક કેશની માંગ વધી ગઈ છે. 

કોઈ કેશ સંકટ નથી - આરબીઆઈ 
 
કેશ સંકટ પર નાણાકીય મંત્રી પછી આરબીઆઈએ પણ નિવેદન આપ્યુ છે. આરબીઆઈએ કહ્યુ છેકે દેશમાં કેશનુ કોઈ સંકટ નથી. બેંકો પાસે પર્યાપ્ત માત્રામાં કેશ છે.  ફક્ત કેટલાક એટીએમમાં જ લોજિસ્ટિક સમસ્યાને કારણે આ સંકટ ઉભુ થયુ છે. 
 
આરબીઆઈએ કહ્યુ કે એટીએમ ઉપરાંત બેંક બ્રાંચમાં પણ ભરપૂર કેશ છે. આરબીઆઈએ બધી બેંકોને આદેશ આપ્યો છે કે તેઓ એટીએમમાં કેશની વ્યવસ્થા કરે.  આરબીઆઈએ કહ્યુ છે કે માર્ચ-એપ્રિલના દરમિયાન આ પ્રકારની સમસ્યા આવે છે.  ગયા વર્ષે પણ આવુ જ થયુ હતુ. આ ફક્ત એક બે દિવસ માટે જ છે. 
કેશ સંકટ પર સરકાર ગંભીર 
 
અચાનક આવેલ કેશ સંકટ પર સરકાર પણ સામે આવી. કેન્દ્રીય નાણાકીય રાજ્ય મંત્રી શિવ પ્રસાદ શુક્લએ કહ્યુ છે કે જે રાજ્યોમાં કેશની સમસ્યા છે ત્યા બીજા રાજ્યો કરતા ઓછી નોટ પહોંચી છે.  તેમણે કહ્યુ કે સરકાર જરૂરિયાત મુજબ રાજ્યોમાં નોટોનુ યોગ્ય વિતરણ કરવાની દિશામાં પગલા લઈ રહી છે.