બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 8 એપ્રિલ 2023 (00:10 IST)

CNG અને PNG ની કિમતોમાં ભારે ઘટાડો, અડધી રાત પછી ભાવ આટલા રહેશે

cng png rate
સરકારે ગેસના ભાવની ફોર્મ્યુલા બદલ્યા બાદ ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. વાહનોમાં ઉપયોગમાં લેવાતા CNG અને ઘરેલુ ઉપયોગ માટે PNGના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. મુંબઈમાં ગેસ સપ્લાય કરતી મહાનગર ગેસ દ્વારા આ ઘટાડો કરવામાં આવ્યો છે.  મહાનગર ગેસે સીએનજીના ભાવમાં આઠ રૂપિયા અને પીએનજીના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ સાથે ગુજરાતમાં ગેસ સપ્લાય કરતી અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL)એ 08 એપ્રિલની મધરાતથી CNGના ભાવમાં 8.13 રૂપિયા પ્રતિ કિલો અને PNGના ભાવમાં 5.06 રૂપિયા પ્રતિ ઘન સેન્ટીમીટરનો ઘટાડો કર્યો છે.
 
ગેઇલ ઇન્ડિયાની પેટાકંપની મહાનગર ગેસ લિમિટેડ (MGL) એ શુક્રવારે તેના વિતરણ વિસ્તારોમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 8 અને ઘરેલું પાઈપવાળા રસોઈ ગેસના ભાવમાં રૂ. 5નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સ્થાનિક રીતે ઉત્પાદિત કુદરતી ગેસ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિ અંગે ગુરુવારે કરવામાં આવેલી જાહેરાતને ધ્યાનમાં રાખીને MGLએ આ પગલું ભર્યું છે. આ જાહેરાત બાદ સરકારે શુક્રવારે સીએનજી અને પાઈપવાળા રાંધણ ગેસના નવા ભાવ પણ જાહેર કર્યા હતા.
 
ફેબ્રુઆરીમાં પણ ઘટ્યા હતા ભાવ 
MGLએ ગયા ફેબ્રુઆરીમાં પણ CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.5નો ઘટાડો કર્યો હતો. આ હોવા છતાં, એપ્રિલ 2022 ની સરખામણીમાં CNGના ભાવ લગભગ 80 ટકા જેટલા ઊંચા છે. MGLએ મોડી સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે ઉત્પાદિત ગેસના ભાવમાં ઘટાડાનો લાભ CNG અને PNG ઉપભોક્તાઓ સુધી પહોંચાડવામાં તે ખુશ છે. આ નિર્ણય હેઠળ મુંબઈ મેટ્રોપોલિટન રિજન અને નજીકના વિસ્તારોમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયા અને પીએનજીના ભાવમાં 5 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટરનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
 
હવે આટલી રહી ગઈ કિમતો 
મધરાતથી અમલી બનેલા આ નિર્ણય બાદ CNG 79 રૂપિયા પ્રતિ કિલો અને PNG 49 રૂપિયા પ્રતિ SCMના ભાવે ઉપલબ્ધ થશે. પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) એ દિવસ દરમિયાન જારી કરેલા આદેશમાં જણાવ્યું હતું કે 8 એપ્રિલથી 30 એપ્રિલના સમયગાળા માટે કુદરતી ગેસની કિંમત 7.92 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (MMBtu) હશે. ). જોકે, ઉપભોક્તા માટેના દરો પ્રતિ યુનિટ $6.5 રાખવામાં આવ્યા છે.