કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, આજથી નવા દરો લાગુ
સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કરીને લોકોને રાહત આપી છે. ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૪ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે ૧ જૂન એટલે કે આજથી અમલમાં આવ્યો છે. હવે ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ ૧ જૂનથી ૧૭૨૩.૫૦ રૂપિયા થશે.
ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો નથી
વાણિજ્યિક ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયા પછી, લોકોને એક આશા જાગી છે. વાસ્તવમાં, લોકોને લાગે છે કે ટૂંક સમયમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થશે, પરંતુ હાલમાં એવું કંઈ થતું દેખાતું નથી. વર્તમાન ઘરેલુ LPG સિલિન્ડર 14.2 કિલોગ્રામ દીઠ 853 રૂપિયા પર યથાવત છે. ઘરેલુ LPGના ભાવમાં છેલ્લે 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો.
કિંમત આ આધારે નક્કી કરવામાં આવે છે
તમને જણાવી દઈએ કે જાહેર ક્ષેત્રની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) બેન્ચમાર્ક આંતરરાષ્ટ્રીય ઇંધણ અને વિદેશી વિનિમય દરના સરેરાશ ભાવના આધારે ATF અને LPG ગેસના ભાવમાં સુધારો કરે છે.