રવિવાર, 17 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 24 નવેમ્બર 2016 (10:36 IST)

જલ્દી કરો આજે રાત્રે 12 વાગ્યા પછી ક્યાય નહી ચાલે 500, 1000ના જૂના નોટ, ફક્ત ખેડૂતો ખરીદી શકશે બીજ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરની રાત્રે 8 વાગ્યે જ્યારે 500 અને 1000ના નોટ બંધ કરવાનુ એલાન કર્યુ હતુ. ત્યારે કેટલાક સ્થાનોને અપવાદની યાદીમાં રાખ્યા હતા. તેમા મોટાભાગની સરકારી સેવાઓનો સમાવેશ હતો. જે માટે લોકો જૂના નોટ આપી શકતા હતા. પણ આજે 24 નવેમ્બરની અડધી રાતથી આ સ્થાનો પર જૂના નોટ નહી લેવામાં આવે.  મતલબ ગુરૂવાર રાતથી 500 અને 1000ના રૂપિયાના નોટ ક્યાય નહી ચાલે. ફક્ત ખેડૂતોને જ 500 રૂપિયાના જૂના નોટ દ્વારા બીજ ખરીદવાની છૂટ મળશે.  જો કે જૂના નોટને તમે 30 ડિસેમ્બર સુધી તમારા એકાઉંટમાં જમા કરી શકો છો. 
 
અડધી રાતે ક્યા ક્યા નહી લેવામાં આવે જૂના નોટ 
 
સરકારી હોસ્પિટલ, દવા દુકાન, પેટ્રોલ પંપ, વીજળી-પાણી બિલ, ટ્રેન, હવાઈ જહાજ અને મેટ્રો ટિકિટ, રેલવે કેટરિંગ અને સ્મારકોના ટિકિટ, દૂધ કેન્દ્ર, પબ્લિક ટ્રાંસપોર્ટ, શવદાહ ગૃહ અને કબ્રસ્તાન, સ્થાનિક નિકાયોના પેંડિગ બિલ કે ટેક્સ, કોર્ટ ફી, સહકારી સ્ટોર.