શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 6 એપ્રિલ 2023 (12:44 IST)

નહી વધે Home-Car લોનની EMI, RBI એક કર્યુ મોટુ એલાન, વાંચો MPC બેઠકની 10 મોટી વાતો

Repo Rate News: જો હોમ લોન અને કાર લોનની વધતી ઈએમઆઈથી તમારા ખભા નમી ગયા છે તો તમારે માટે એક સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મૉંનીટરી પોલીસી કમિટી (MPC) ની પહેલી બેઠકમાં રેપો રેટમા કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે.  હજુ પણ રેપો રેટનો દર 6.50% પર જ રહેશે. તેનાથી તમારી હોમ અને કાર લોનની EMIમાં વધારો થશે નહીં કારણ કે બેંકો હવે વ્યાજ દરમાં વધારો કરશે નહીં. તમને જણાવી દઈએ કે મીટિંગ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે RBI રેપો રેટમાં 0.25%નો વધારો કરી શકે છે. આરબીઆઈની આ જાહેરાતના કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે. સવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે તે ખોટમાં હતું. હવે તે લીલા રંગમાં આવી ગયો છે.

આરબીઆઈએ બેઠકમાં કરી આ વાત  
 
-  બેંકની નિષ્ફળતાને કારણે યુએસમાં નાણાકીય કટોકટી એક મુદ્દો બની ગયો છે.
- ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષામાં પોલિસી રેટ રેપોને યથાવત રાખ્યો છે. રેપો રેટ 6.5 ટકા પર યથાવત રહેશે.
- અર્થતંત્રમાં ચાલી રહેલા પુનરુત્થાનને ટકાવી રાખવા માટે, અમે પોલિસી રેટ યથાવત રાખ્યા છે, પરંતુ જો જરૂર પડશે તો પરિસ્થિતિના આધારે આગળ પગલાં લઈશું.
-  બેન્કિંગ અને નોન-બેન્કિંગ નાણાકીય વ્યવસ્થા મજબૂત રહે છે.
-  2022-23માં આર્થિક વૃદ્ધિ અંદાજિત સાત ટકા સાથે, આર્થિક પ્રવૃત્તિ મજબૂત રહે છે.
-  નાણાકીય વર્ષ 2023-24માં આર્થિક વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ છે. મોંઘવારી હજુ પણ છે.
- ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં મોંઘવારી 5.2 ટકા રહેશે.
-  પ્રથમ ત્રિમાસિકમાં તે 5.1 ટકા રહેશે.
-  રિઝર્વ બેંકના ગવર્નરે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવો સાધારણ રહેશે.
- મોંઘવારી ઘટાડવાના તમામ જરૂરી પ્રયાસો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.