શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 8 મે 2019 (16:44 IST)

જો તમારી પાસે છે આધાર કાર્ડ અને બેંક એકાઉંટ તો તમને મળશે દર મહિને 3000 રૂપિયા

પીએમ મોદીના અંતિમ બજેટમાં પીયૂષ ગોયલે પીએમ શ્રમ યોગી માનઘન યોજના વિશે જાહેરાત કરી હતી.  સરકારની આ યોજના શરૂ થઈ રહી છે.  આ યોજનામાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલ લોકોને સરકાર તરફથી દર મહિને પેશન આપવામાં આવશે.  સરકારે આ યોજના માટે શરતો રજુ કરી દીધી છે. 
 
દર મહિને મળશે 3000 રૂપિયા 
 
ઉલ્લેખનીય છેકે આ યોજનામાં 60 વર્ષની વય પછી 3000 રૂપિયા દર મહિને પેશન આપવામાં આવશે.  સરકારે આ યોજનાની અધિસૂચના પણ રજુ કરી દીધી ક હ્હે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે ગુરૂવારે માહિતી આપતા જણાવ્યુ કે આ યોજનાને અસંગઠિત ક્ષેત્રના લગભગ 42 કરોડ લોકોને લાભ થશે. 
 
આ લોકોને નહી મળે લાભ 
 
આ યોજનાનો લાભ લેવા માટે કામગરની વય 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.  જો કોઈ વય્ક્તિ પહેલાથી જ કેન્દ્ર સરકારની મદદવાળી કોઈ અન્ય પેશન સ્કીમનો લાભ લઈ રહ્યો છે તો તે આ યોજનાનો લાભ નહી લઈ શકે. 
 
માહિતી માટે અહી કરો સંપર્ક 
 
ઉલ્લેખનીય છે કે જો તમે આ યોજના સાથે જોડાવવ માંગો છો તો તમને નિકટના કૉમન સર્વિસ સેંટરમાં આધાર કાર્ડ અને બચત/જન-ધન ખાતાના દસ્તાવેજ સાથે જવુ પડશે. બીજી બાજુ વધુ માહિતી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના શ્રમ કાર્યાલયો અને એલઆઈસી કેન્દ્રો સાથે સંપર્ક કરી શકો છો. 
 
આ લોકોને થશે લાભ 
 
સરકાર તરફથી આ યોજના લારી લગાવનારા, રિક્ષા ચલાવનારા, નિર્માણ કાર્ય કરનારા મજૂર, કચરો વીણનારા, બીડી બનાવનારા, હાથકરઘો, કૃષિ કામગાર, મોચી, ધોબી, ચામડા કામગાર જેવા લોકો માટ છે. આ યોજનામાં સરકારે નાના અને અસંગઠિત ક્ષેત્રના લોકોને સામેલ કરશે. 
 
આધાર અને બેંક એકાઉંટ હોવુ જરૂરી 
 
આ યોજનાનો ફાયદો લેનારા લોકોની ઈનકમ 15000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ સાથે જ જે વય્ક્તિને તેનો લાભ લેવાનો છે તેને પાસે સેવિંગ બેંક એકાઉંટ અને આધાર નંબર હોવો જરૂરી છે. આ યોજનામાં 18 વર્ષના લોકોને 55 રૂપિયા માસિક રાશિ જમા કરવી પડશે અને તેટલી જ રકમ નુ યોગદાન કરવુ પડશે. જ્યારે કે 40 વર્ષની આયુના વ્યક્તિને યોજના અપનાવતા 200 રૂપિયા દર મહિને જમા કરવા પડશે.