મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (16:22 IST)

ગરબા ડાન્સ દ્રારા ફિટ રહેશે લોકો, રાજકોટના એરોબિક્સ ક્લાસમાં કરવામાં આવ્યા સામેલ

ગુજરાતના રાજકોટના ઘણા એરોબિક કેંદ્રોએ એરોબિક ટ્રેનિંગની પોતાની યાદીમાં 'ગરબા'ને સામેલ કર્યા છે. ગરબા ગુજરાતી સંસ્કૃતિનો ભાગ છે, એરોબિક સેન્ટરને એક ટ્રેનરે ગરબાને સામેલ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમે તેને પોતાના એરોબિક વર્ગમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો,'' રાજકોટના બાલ ભવન એરોબિક સેન્ટરમાં એક ટ્રેનર કહે છે. ટ્રેનરે ટ્વીટ દ્રારા આ વાત કહી. 
 
ગરબા ગુજરાત-રાજસ્થાન અને માલવા પ્રદેશોમાં પ્રચલિત એક લોકનૃત્ય જેનું મૂળ ઉદગમ ગુજરત છે. આજકાલ આખા દેશમાં આધુનિક નૃત્યકળામાં સ્થાન મળ્યું છે. આ રૂપમાં તેનો વિકાસ થયો છે તેમછતાં તેના લોકનૃત્યનું તત્વ અક્ષુણ્ણ છે. આજકાલ ગુજરાતમાં નવરાત્રિના દિવસો છોકરીઓ કાચા માટીના ઘડાને ફૂલો વડે શણગારી ચારેય તરફ નૃત્ય કરે છે. 
 
ગરબા સૌભાગ્યનું પ્રતીક ગણવામાં આવે છે અને આસો મહિનામાં નવરાત્રિને ગરબા મહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. નવરાત્રિની પહેલી રાત્રે ગરબાની સ્થાપના થાય છે. પછી તેની ચારેય તરફ તાળી વગાડી ફરે છે. 
 
ગરબા નૃત્યમાં તાળી, ડાંડીયાના તાલ આપવાનો પ્રયોગ થાય છે અને સ્ત્રીઓ બે અથવા ચારના ગ્રુપમાં મળીને વિભિન્ન પ્રકારે ગરબા કરે છે.