મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 5 એપ્રિલ 2024 (13:54 IST)

Gold Price today- ગોલ્ડ નો ભાવ આજે ઓલ ટાઈમ હાઇ

gold
Gold Price- ગોલ્ડ નો ભાવ આજે  ઓલ ટાઈમ હાઇ પર પહોંચી ગયો ...
 
હાલમાં હાજરમાં સોનાની માંગ વધી રહી છે જેના કારણે સોનાના ભાવમાં તેજી આવી છે. સોનાના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ચડ- ઉતર થયા કરે છે, પરંતુ તેવામાં આજે સોનાના ભાવમાં વધારો થયો છે. જો તમે સોનામાથી દાગીના બનાવવા માંગતા હોવ તો તમારા માટે સોના - ચાંદીના ભાવ મહત્વપુર્ણ બની રહેશે. આજે સોનાના ભાવમાં મોટા વધારો જોવા મળ્યો છે
 
આજે મંગળવારના રોજ સોનાની કિંમતમાં 195 રુપિયાનો વધારો થતાં આજે સોનુ 70,520 રુપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યા હતા. 
 
જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા તમારા માટે સોનાના આભૂષણો ખરીદવા માંગો છો, તો તમે અહીં ખરીદી કરતા પહેલા તમને જરૂરી તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો. દેશમાં તાજેતરના 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવો તપાસો અને યોગ્ય નિર્ણય લેવા માટે તેમની તુલના કરો. આજે દેશમાં સોનાની કિંમત 24 કેરેટ માટે 69,900 રૂપિયા અને 22 કેરેટ માટે 64030  રૂપિયા છે. તમામ કિંમતો આજે અપડેટ કરવામાં આવી છે અને તે ઉદ્યોગના ધોરણો મુજબ છે.

18 કેરેટ સોનું પણ આસમાને છે, જે એક તોલાના 52427 રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે ખરીદીને ઘરે લાવવું પડશે. 14 કેરેટ સોનું 40893 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યું છે, જે દરેકનું બજેટ બગાડવા માટે પૂરતું છે. જો તમે બજારમાં ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેની કિંમત 79337 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ રહી છે.