ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શનિવાર, 8 ઑગસ્ટ 2020 (18:01 IST)

કોરોનાથી ''આર્થિક સ્વાસ્થ્ય'' બગડવાનો છે ડર, તો આ ખાસ પ્લાનિંગથી ખિસ્સાને બનાવો હેલ્ધી

કોરોના વાયરસથી દુનિયામાં આવનાર મંદીનો ડર સતાવી રહ્યો છે. જાણકારોના અનુસાર 100થી વધુ દેશોમાં કોરોના સંકટના કારણે મંદી આવી શકે છે.  એવામાં સરકરે ઘણા નાણાકીય પગલાં ભરીને દરેક સેક્ટરની મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ કોરોના સંકટ આ પ્રમાણે ચાલુ રહેશે તો આગામી સમય અને મુશ્કેલીભર્યો સાબિત થઇ શકે છે. લોકોની નોકરીઓ, બિઝનેસ પર ખરાબ અસર પડી શકે છે. 
 
1. સ્થિતિ મુજબ બજેટમાં કરો ફેરફાર
હાલની સ્થિતિને જોતાં તમારે તમારું બજેટ તૈયાર કરો. પહેલાં આપણે આપણી સેલરી અથવા આવક મુજબ બજેટ તૈયાર કરતા હતા. પરંતુ હવે સ્થિતિને જોતાં બજેટ તૈયાર કરો. ફક્ત તે ખરીદો જે જરૂરી વસ્તુ છે. તમારા દર મહિનાના ફિક્સ ખર્ચનું લિસ્ટ બનાવો. પહેલાં ઇએમઆઇ, વિજળી બિલ, ક્રેડિટ કાડ બિલ આ બધુ જમા કરો. બાકી બચેલા પૈસાની બચત કરો. ખોટા ખર્ચથી બચો. મંદીના દૌરને ઠીક થવાનો હજુ સમય લાગશે. એટલા માટે બજેટ એવું બનાવો જે તમને એક વર્ષ માટે મદદરૂપ થાય.  
 
2. ક્રેડિટ કાર્ડથી ખરીદી ટાળો
ઘણા એવા છે જેમણે કોરોના સંકટના કારણે નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે અથવા સેલરી અટકાવવામાં આવી છે. એવામાં ઉતાવળ કરીને બધો ખર્ચ ક્રેડિટ કાર્ડ દ્વારા ન કરો. જેટલુ બની શકે એટલું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો. જો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ખચ કરશો તો પછી બિલ જમા કરાવવા પર બાકી રકમ પર બેંક તમારી પાસે 48 ટકા સુધી વ્યાજ લઇ શકે છે. જે ખૂબ વધુ છે, એટલા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ટાળો. 
 
3. ઇમરજન્સી ફંડ તૈયાર કરો
દરેક નાણાકીય સલાહકાર તમને સૌથી પહેલાં સલાહ આપે છે કે હંમેશા ઇમરજન્સી ફંડ તૈયાર કરો. જેટલું બની શકે એટલું સેલરી અથવા ઇનમકમાંથી બચત કરો જેથી મુશ્કેલ સમયમાં તે પૈસા તમારા કામ લાગે. જો તમારી પાસે પૈસાની અછત નથી તો ઇમરજન્સી ફંડ જમા કરો. તમને એફડી, સેવિંગ ફંડ્સમાંથી પૈસા કાઢવાની કોઇ જરૂર નહી પડે. અત્યારે આપણો ખર્ચ સામાન્ય જીવનના મુકાબલે ઓછો તો બાકી રકમ ભર્યા બાદ જેટલા પૈસા બચે તેમાંથી પ્રયત્ન કરો કે વધુ રકમને ઇમરજન્સી ફંડ તરીકે રાખો. જીવનમાં ક્યારે અને ક્યાં મુશ્કેલી આવી જાય એટલા માટે ઇમરજન્સી ફંડ ખૂબ જરૂરી છે. 
 
4. ઇંશ્યોરન્સ બંધ ન કરો
કોઇપણ મુશ્કેલી કહીને આવતી નથી, એવામાં તમારા ઇંશ્યોરન્સને બંધ ન કરો. તમારા ટર્મ ઇંશ્યોરન્સ, હેલ્થ ઇંશ્યોરન્સને હંમેશા ચાલુ રાખો. બની શકે તો તમારા પરિવાર માટે વધુ સુવિધાઓ ઓફર કરનારી પોલિસી લેવાનો પ્રયત્ન કરો. ભલે પ્રિમિયમ વધુ આપવું પડે પરંતુ પોતાને અને પોતાના પરિવારના સ્વાસ્થને સુરક્ષિત રાખો. ઇંશ્યોરન્સના પૈસા જમા કરાવવામાં કોઇ લાપરવાહી ન કરો. યાદ રાખો કે પછી ઇંશ્યોરન્સ દ્વારા તમને ખૂબ મોટો સહારો મળી શકે છે. 
 
5. પોતાના પોર્ટફોલિયોને ચેક કરો
કોરોનાના સમયમાં શેર બજારની સ્થિતિ સારી નથી. ભારે વેચાવલી અને ઉતાર ચઢાવના લીધે રોકાણકારોમાં પોતાના રોકાણ કરેલા પૈસાને લઇને ડર છે. એવામાં તમને જરૂર છે કે કંપનીમાં રોકાણ કર્યું છે તેમાં તમને નુકસાન દેખાઇ રહ્યું છે તેમાં રોકાણ કરવાનું બંધ કરો અથવા પોતાના વેચીને પોતાના પૈસા કાઢી લો. સારા માર્જિનવાળી કંપનીઓમાં રોકાણ કરો જેથી લાંબાગાળે તેનો ફાયદો મળે. નવા નાણાકીય વર્ષની શરૂઆત થઇ ચૂકી છે. આ સારો અવસર છે કે તમે પોર્ટફોલિયાને ડાયવર્સિફાઇ કરો અને પોતાની જરૂર મુજબ થોડા થોડા પૈસા દરેક એસેટ ક્લાસમાં લગાવો. જો તમે ઇચ્છો તો સારું રિટર્ન આપનાર કંપનીઓને વેચીને પૈસા જમા કરો અથવા મ્યૂચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરેલા પૈસા રિડીમ કરી લો. ધ્યાન આપો કે બતામ યૂનિટ્સને રીડિમ કરતાં પહેલાં રોકાણ સલાહકારની જાણકારી જરૂર લો.