રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :બિઝનેસ ડેસ્ક. , સોમવાર, 15 જાન્યુઆરી 2024 (12:34 IST)

Video: ઈંડિગો ફ્લાઈટ મોડી પડી તો મુસાફરે એનાઉંસમેંટ કરી રહેલ પાયલોટને જોરથી માર્યો મુક્કો

IndiGo passenger hits pilot during flight delay announcement
IndiGo passenger hits pilot during flight delay announcement
ઈંડિગોની એક વિમાનમાં સવાર એક મુસાફરે પાયલોટ સાથે મારપીટ કરી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એયરક્રાફ્ટ પાયલોટ વિમાનમાં મોડુ(Flight Delay) ના સંબંધમાં એક એનાઉંસમેંટ કરી રહ્યો હતો. જેનાથી મુસાફરને ગુસ્સો આવી ગયો અને તેની સાથે મારપીટ કરવા લાગ્યો.  મુસાફરની ઓળખ સાહિલ કટારિયાના રૂપમાં થઈ છે. 
 
વીડિયોમાં એક પીળી જેકેટ પહેરેલ વ્યક્તિ અચાનક પાયલોટ તરફ જાય છે અને તેને મુક્કો મારી દે છે. આ ઘટના પછી એયર હોસ્ટેસ જોર-જોરથી બૂમો પાડે છે. આ ઘટના દિલ્હીથી ગોવા જનારી ઈંડિગોની ઉડાન (6ई-2175) માં થઈ છે. ઉલ્લેખનીય છે કે મુસાફર ફ્લાઈટમાં મોડુ થવથી નારાજ હતો. જેને કારને તે પાયલોટ પર ભડકી ઉઠ્યો. વીડિયોના વાયરલ થયા બાદ હવે લોકો વ્યક્તિની ધરપકડની માંગ કરી રહ્યા છે. 

 
વીડિયો પર યૂઝરે આપ્યુ રિએક્શન 
વીડિયોના વાયરલ થયા બાદ X પર યૂઝર્સે પોતાનુ રિએક્શન આપ્યુ છે. એક યૂઝરે લખ્યુ, 'પાયલોટ કે કેબિન ક્રૂ ને મોડુ થવા સાથે શુ લેવડ-દેવડ ? તે બસ પોતાનુ કામ કરી રહ્યો હતો. આ માણસની ધરપકડ કરો, અને તેને નો ફ્લાઈ યાદીમાં નાખી દો. બીજી બાજુ અન્યએ લખ્યુ કે આ પાગલપન છે. આ રીતે લોકોના ઉડાન ભરવાથી પ્રતિબંધિત કરવા જોઈએ કે પછી બ્લેક લિસ્ટમાં નાખી દેવા  જોઈએ. ચાલકદળ બિલકુલ પણ સુરક્ષિત નથી. 

Edited by - kalyani deshmukh