Widgets Magazine

IRCTCએ પે-ઓન ડિલિવરી નામથી સેવા શરૂ કરી

શુક્રવાર, 2 જૂન 2017 (15:14 IST)

Widgets Magazine

IRCTCએ પે-ઓન ડિલિવરી નામથી સેવા શરૂ કરી
આઈઆરસીટીસીએ પે-ઓન ડિલિવરી નામથી સેવા શરૂ કરી. હવે પેસેન્જર ઘરે બેઠા ઓનલાઈન કોઈપણ એકરૂપિયાનો વધુ ખર્ચ કર્યા વગર ટિકિટ બુક કરાવી શકે છે. ત્યાર બાદ જ્યારે ટિકિટ ઘરે ડિલીવર થઈ જાય ત્યાર બાદ ટિકિટની રકમ ચુકવવાની રહેશે. રેલવેની કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને 600 શહેરમાં પે ઓન ડિલિવરી નામની આ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે.  
 
 સુવિધા માટે ચાર્જ પણ આપવો પડશે. આઈઆરસીટીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સુવિધા એવા લોકો માટે છે જેઓ ઓનલાઈન બુકિંગ કરાવવા માંગે છે પરંતુ ઓનલાઈન પેમેન્ટ કરવાથી દૂર રહે છે. આવા લોકોને ઘરે ટિકિટની ડિલિવરી કરાશે અને ત્યારે પૈસા રોકડમાં લેવામાં આવશે.  
 
 જો ટિકિટની રકમ રૂ. 5000થી ઓછી હોય તો 90 રૂપિયા ચાર્જ અને ટેક્સ લાગશે જ્યારે 5000થી વધુ હોય તો 120 રૂપિયા ચાર્જ અને ટેક્સ લાગશે. સુવિધા માટે એક વખત મુસાફરે રજિસ્ટ્રેશન કરાવી પાનકાર્ડ અથવા આધાર કાર્ડની વિગતો આપવી પડશે. ત્યાર બાદ વેબ અથવા એપથી બુકિંગ થશે.
 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

JIO Offer - બ્રોડબેંડ સર્વિસમાં 500 રૂપિયામાં 100 GB ડેટા આપશે જીયો

હવે બ્રોડબેંડ સેગમેંટમાં સર્વિસેઝ શરૂ કરી મોટો તહલકો મચાવવાની તૈયારીમાં છે. મીડિયા ...

news

નુકશાન - PF માં થશે કપાત, કર્મચારીઓની બચત પર પડશે માર

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના ન્યાસી બોર્ડ પોતાની સામાજીક સુરક્ષા યોજનાઓમાં ...

news

SpiceJetના 12માં વર્ષગાંઠ પર ધમાકા sale, માત્ર 12 રૂપિયામાં હવાઈ ટિકટ

SpiceJetના 12માં વર્ષગાંઠ પર ધમાકા sale, માત્ર 12 રૂપિયામાં હવાઈ ટિકટ SpiceJet તેમની ...

news

દુબઈ વિઝા માટે Sપર 300થી વધુ ગુજરાતીઓ રઝળ્યા

વન્ના ક્રાય રેન્સમવેરે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. સાયબર એટેકને પગલે વિશ્વભરની ...