ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 13 એપ્રિલ 2017 (17:49 IST)

જિયોના ધન ધના ધન ઑફરથી પણ એયરટેલ નારાજ !

જિયો સમર ઑફર બંધ થવાથી નારાજ ગ્રાહકોને ખુશ કરવા માટે રિલાયંસ જિયો ઈંફોકૉમે ધનધનાધન ઑફર લાંચ કરી. તેમાં 309 રૂપિયા કે તેનાથી વધારે વન ટાઈમ રિચાર્જ પર રોજ એક જીબી ડેટા ઉપરાંત ત્રણ મહીના સુધી મફત સેવાઓની ઑફર છે. 
જિયોના આ પગલાંની ભારતી એયરટેલે આલોચના કરી છે. એયરટેલે કહ્યુ છે કે જિયોનો નવો પ્લાન તેના પાછલા પ્લાન જેવો જ છે, જેના પર ટેલીકૉમ રેગ્યુલેટરે રોક લગાવી હતી. 
 
જિયોના આ પ્લાન પર એયરટેલ પ્રવક્તા એ કહ્યુ છે કે આ તો જૂના પ્લાનને બીજા નામથી જાહેર કરવાની વાત છે.   આ તો નવી બોટલમાં જૂની દારૂ જેવો મામલો છે. આશા છે કે ઑથોરિટી તેમના નિર્દેશની સામે પગલા ભરશે. 
 
ધનધનાધન ઑફરમાં યૂજર્સને દર રોજ 1 જીબી થી 2 જીબી સુધી 4જી ડેટા મળશે. આ પ્લાનની કીમત 309 રૂપિયા હશે. તેમાં પ્રાઈમ મેંમ્બરને 84 દિવસ સુધી રોજ 1 જીબી ડેટા અને અનલિમિટેડ કૉલિંગનો લાભ મળશે. નૉન પ્રાઈમ મેંમ્બરને તેના માટે 349 રૂપિયા આપવા પડશે. નવી સીમ લેનારને આ પ્લાન માટે 408 રૂપિયા ચુકવવા પડશે.