શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , બુધવાર, 6 જાન્યુઆરી 2016 (15:08 IST)

જાણો બેંક લોકર ખોલવાના ફાયદા.. અને કેટલો ચાર્જ આપવો પડશે

જો તમે બેંકમાં લોકર એકાઉંટ ખોલવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તેમ છતા તમને તક નથી મળી શકી. તો હવે બેંકમાં લોકર એકાઉંટ ખોલવુ તમારે માટે ખૂબ સરળ બની ગયુ છે. સાર્વજનિક ક્ષેત્રની મુખ્ય બેંક પંજાબ નેશનલ બેંકે આ સર્વિસ ઓનલાઈન શરૂ કરી છે. સાથે જ જો તમે બેંકના કસ્ટમર નથી તો પણ તમે લોકર એકાઉંટ માટે ઓનલાઈન એપ્લાઈ કરી શકો છો. 
 
શુ છે લોકર એકાઉંટ -  સામાન્ય રીતે બેંકમાં પૈસાની લેવડદેવડનુ કામ વધુ હોય છે. જ્યા કસ્ટમર પૈસા જમા કરે છે અને જરૂર પડે તો કાઢે છે. પણ આ ઉપરાંત પણ બેંક કસ્ટમરને અનેક સુવિદ્યાઓ પુરી પાડે છે. જેમા લોકર એકાઉંટ પણ મુખ્ય છે.  મોટાભાગની બેક આ સગવડ ફક્ત પોતાના રેગ્યુલર કસ્ટમરને આપે છે. જ્યા કસ્ટમર લોકર એકાઉંટ ખોલીને પોતાની જ્વેલરી અને મોંઘા સામાનને મુકે છે. આ માટે તેને બેંકને વર્ષમાં એકવાર ફી પણ આપવાની હોય છે. 
 
આગળ કેવી  રીતે કરશો બેંક લોકર માટે એપ્લાય ?  
મોટેભાગે લોકર એકાઉંટ કોઈપણ બેંકમાં જઈને જ ખુલે છે. પણ પંજાબ નેશનલ બેંક આ સગવડ કસ્ટમર માટે ઓનલાઈન પુરી પાડે છે. આ માટે તમારે બેંકની સત્તાવાર વેબસાઈટ જે https://www.pnbindia.in/En/ui/LockerAvailability.aspx
છે. ત્યા લિંક કરીને ડાયરેક્ટ લોકર માટે એપ્લાય કરી શકો છો. જ્યા તમને બધી માહિતી મળી જશે. જેમા કયા રાજ્ય અને શહેરમા6 તમે લોકર ખોલવા માંગો છો. સાથે જ જે બ્રાંચ અને જે સાઈઝનુ તમે લોકર ઈચ્છો છો તેની પણ રિયલ ટાઈમ માહિતી અમને અહીથી મળી જશે.  ત્યારબાદ જો તમે એપ્લાય કરવા માંગો છો તો તમારે તમારી સંપૂર્ણ માહિતી ઓનલાઈન સબમિટ કરવી પડશે.  તેમા તમારુ સરનામુ, ઈ-મેલ, આઈડી, લોકરની સાઈઝ અને ફોન નંબર વગેરેનુ વિવરણ આપવુ પડશે.  આ પ્રક્રિયા પૂરી થયા પછી બેંક તમને સંપર્ક કરીને લોકર એકાઉંટ ખોલવાના ફાઈનલ પ્રોસેસને પુરી કરશે. 
 
બેંક લોકર ખોલવાનો વાર્ષિક ચાર્જ કેટલો આપવો પડશે ? 
 
બેંક લોકર એકાઉંટ ખોલવા માટે સાઈઝ અને બ્રાંચના લોકેશનના આધાર પર વાર્ષિક સર્વિસ ચાર્જ લે છે. જેને સામાન્ય રીતે બેંકોએ ચાર કેટેગરી, શહેરી અને ગ્રામીણ વિસ્તારોના આધાર પર વહેંચી છે. 
 
સ્ટેટ બેંક ઓફ ઈંડિયા - જો તમે શહેરી વિસ્તારમાં લોકર ખોલવા માંગો છો તો સ્મોલ સાઈઝ પર 1019 રૂપિયા મીડિયમ સાઈઝ પર 2547 રૂપિયા અને લાર્જ સાઈઝ પર 3056 રૂપિયા અને એક્સ્ટ્રા લાર્જ સાઈઝ પર 5093 રૂપિયા વાર્ષિક ફી આપવી પડશે.  એ જ રીતે અર્ધશહેરી કે ગ્રામીણ વિસ્તારમાં લોકર એકાઉંટ ખોલવા માટે સ્મોલ સાઈઝ પર વાર્ષિક 764 રૂપિયા મીડિયમ સાઈઝ પર 1528 રૂપિયા અને લાર્જ સાઈઝ પર 2547 રૂપિયા અને એક્સ્ટ્રા લાર્જ સાઈઝ પર 4075 રૂપિયા વાર્ષિક ફી આપવી પડશે. 
 
સેંટ્રલ બેંક ઓફ ઈંડિયા - જો તમે સેંટ્રલ બેંકનુ લોકર લેવા માંગો છો તો સ્મોલ સાઈઝ પર 1000 રૂપિયા, મીડિયમ સાઈઝ પર 3000 રૂપિયા અને લાર્જ સાઈઝ પર 5000 રૂપિયા વાર્ષિક ફી આપવી પડશે. 
 
બેંક ઓફ બડૌદા - જો ત્મએ બેંક ઓફ બડોદાનુ લોકર લેવા માંગો છો તો સ્મોલ સાઈઝ પર 1000 રૂપિયા, મીડિયમ સાઈઝ પર 3000 રૂપિયા અને લાર્જ સાઈઝ પર 5000 રૂપિયા વાર્ષિક ફી ના રૂપમાં બેંકને તમારે આપવા પડશે. 
 
આગામી સ્લાઈડમાં વાંચો....લિમિટથી વધુ ઉપયોગ પર કેટલી છે એકસ્ટ્રા ચાર્જ 
 
 
પંજાબ નેશનલ બેંક એક વર્ષમાં કોઈ કસ્ટમરને 24 વિઝીટ ફ્રીમાં કરવાની સુવિદ્યા આપે છે. ત્યારબાદ વધારાની દરેક વિઝીટ પર 50 રૂપિયા ચાર્જ લાગે છે.  જ્યારે કે સ્ટેટ બેંક 12 વિઝિટ વર્ષમાં ફ્રી કરવાની સુવિદ્યા આપે છે.   જ્યાર પછી દરેક વિઝિટ પર 51 રૂપિયા વધુ ચાર્જ લાગે છે. આ ચાર્જ કસ્ટમરને વાર્ષિક લોકર ફી આપવા ઉપરાંત આપવો પડે છે.  સાથે જ જો કસ્ટમર વાર્ષિક ફી નથી આપતો તો તેને પેનલ્ટી પણ આપવી પડે છે. જે બેંક કસ્ટમરના સેવિંગ એકાઉંટ કે બીજા સોર્સ દ્વારા વસૂલે છે. આ પેનલ્ટી લોકરના સાઈઝ પ્રમાણે 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની હોય છે. 
 
લોકર એકાઉંટનો ઈંસ્યોરેંશ નથી હોતો 
 
મોટાભાગે દેશની બધી મુખ્ય બેંક લોકરમાં મુકેલ સામાનની સુરક્ષાની ગેરંટી નથી આપતી. મતલબ કે તેમા મુકેલ સામાન જો ચોરી થઈ જાય તો તેની ગેરંટી બેંકની નથી હોતી.