Lamborghini ની પાવરફુલ સ્પોર્ટ્સ કાર ભારતમાં લૉન્ચ, 3.5 સેકંડમાં પકડી લેશે 100Kmphની ગતિ  
                                       
                  
				  				  
				   
                  				  Lamborghini Huracan Evo RWD Spyder: ઇટલીની સુપર સ્પોર્ટ્સ કાર કંપની લેમ્બોર્ગિનીએ ભારતીય બજારમાં પોતાનો વ્હીકલ પોર્ટફોલિયો અપડેટ કરતા એક વધુ નવા દમદાર મોડલ હુરાકન ઈવીઓ રિયલ વ્હીલ ડ્રાઈવ સ્પાઈડર રજુ કર્યો. ખૂબ જ આકર્ષક લુક અને દમદાર એંજિન ક્ષમતાથી સજેલી આ સુપરકારની શરૂઆતની કિમંત 3.54 કરોડ રૂપિયા (એક્સ શો રૂમ, દિલ્હી)  નક્કી કરવામાં આવી છે. 
				  										
							
																							
									  
	 
	લેમ્બોર્ગિની ઇન્ડિયાએ જણાવ્યુ કે નવા મોડેલમાં વી10 એન્જિન લગાવાયુ છે, જે 610 એચપીની શક્તિ આપે છે. આ મોડેલની શૂન્યથી 100 કિ.મી.ની ગતિ 3.5 સેકંડમાં પકડી શકે છે.  તેની અધિકતમ ગતિ સીમા 324 કિલોમીટર પ્રતિ કલાકની છે. લેમ્બોર્ગિનીના સ્થાનિક નિર્દેશક એશિયા-પ્રશાંત ફ્રાંસિસ્કો સ્કારડાઓની 
				  
	એ કહ્યુ કે આ મોડલ ભારતના સુપર સ્પોર્ટ્સ કાર બજારમાં એક નવો જીવ નાખશે. 
	 
	લેમ્બોર્ગિની ઈન્ડિયાના વડા શરદ અગ્રવાલે કહ્યું હતું કે ભારત કંપની માટે વ્યૂહાત્મક બજારોમાંથી એક છે. અમે અમારા ગ્રાહકોને વિશિષ્ટ અનુભવ પ્રદાન કરવા માટે અહી સતત રોકાણ કરે રહ્યા છીએ. . આ કારની સૌથી ખાસ વાત એ છે કે તેની રૂફ ઓફ ટોપ માત્ર 17 સેકંડમાં જ ખુલી જાય છે. આ કારમાં 8.4 ઇંચનો ટચ સ્ક્રીન ઈંફોટેંમેંટ સિસ્ટમ આપવામાં આવ્યો છે, જેને એપલ કાર પ્લે અને અમેજન એલેક્સા સાથે કનેક્ટ કરી શકાય છે.