મંગળવાર, 26 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 જાન્યુઆરી 2021 (14:32 IST)

સૈમસંગના વાઈસ ચેયરમૈનની ધરપકડ ‌ લી જે-યોંગના અઢી વર્ષની જેલ, પૂર્વ રાષ્ટ્રપતિના સહયોગીને 200 કરોડની લાંચ આપવાનો આરોપ

સૈમસંગના વાઈસ ચેયરમૈન
સોમવારે કોર્ટે સેમસંગના વાઇસ ચેરમેન લી જે યોંગને ભ્રષ્ટાચારના મામલે દોષી ઠેરવતા કોર્ટે અઢી વર્ષની સજા સંભળાવી હતી. યોંગ પર બિઝનેસ ફાયદા માટે પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગ્વેન-હેના સહયોગીને લાંચ આપવાનો આરોપ મૂક્યો હતો. આ મામલમાં સેમસંગના પૂર્વ અધ્યક્ષ પાર્ક જિયુન હે પણ સામેલ છે.  કોર્ટે બંનેને જેલમાં  મોકલવાનો આદેશ આપ્યો છે.
 
જ્યારે સિઓલ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો ત્યારે લી કોર્ટમાં હાજર હતા. કોર્ટના ચુકાદા પછી તરત જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યોંગ લાંબા સમયથી જેલની બહાર હતા, કારણ કે તેમની સજા પર રોક લગાવી દીધી હતી.. 52 વર્ષીય લી પર પહેલી વાર ફેબ્રુઆરી 2017 માં આરોપ નોંધવામાં આવ્યો હતો અને તેમના પર 27.4 મિલિયન (લગભગ 200 કરોડ)ની લાંચ આપવાનો આરોપ હતો. વર્ષ 2017 માં તેમને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ તેમને ઉચ્ચ અદાલતમાં અપીલ બાદ છૂટા કરવામાં આવ્યા હતા.
 
શ હતો મામલો  ? 
 
યોંગ પર આરોપ હતો કે તેમણે પોતાની કંપનીને ફાયદો પહોંચાડવા માટે ઘણા મોટા લોકોને લાંચ આપી. જેમા દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગ્વેન-હે નુ નામ પણ સામે આવ્યું હતું. તેમને મહાભિયોગ દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા હતા. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે લીએ સક્રિયપણે લાંચ આપી હતી અને રાષ્ટ્રપતિને પોતાનો વેપાર ચલાવવામાં મદદ માટે તેમની શક્તિનો દુરૂપયોગ કરવાન કહ્યુ. કોર્ટે વધુમાં કહ્યું કે - આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશની ટોચની કંપની અને ગ્લોબલ ઇનોવેટર સેમસંગ, જ્યારે પણ રાજનીતિક શક્તિમાં બદલાવ થાય છે, વારંવાર ગુનાઓમાં સંડોવાય છે.