શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , ગુરુવાર, 20 ડિસેમ્બર 2018 (15:23 IST)

ગુજરાતમાં હવે Wrong Side પર ગાડી ચલાવશો તો લાઈસેંસ થશે રદ્દ, ડ્રાઈવિંગ પર લાગશે આજીવન બૈન !!

વાહન ચલાવતી વખતે બેદરકારી કરન આરાઓ હવે સાવધ તહી જાય. કારણ કે હવે રોંગ સાઈડ પર ગાડી ચલાવતા ડ્રાઈવિંગ પર આજીવન બૈન લાગી જશે.  ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ગાડી ચલાવવાને લઈને વાહનવ્યવ્હાર નિયમ સખત  કરી દીધા છે. હવે આ ખોટી દિશામાં ગાડી ઘુસાડવા કે ચલાવવા પર ચાલકનુ ડ્રાઈવિંગ લાઈસેન પર આજીવ્ન પ્રતિબંધ લગાવી દેશે. રાજ્યમાં આ પગલુ ટ્રાફિક પોલીસ અને રીઝનલ ટ્રાસપોર્ટ ઓફિસ (આરટીઓ)એ સયુક્ત રૂપે ઉઠાવ્યુ છે. 
 
પોલીસના કહેવામુજબ 18 ડિસેમ્બરના રોજ ટ્રાફિક પોલીસ અને આરટીઓએ સંયુક્ત રૂપથી અભિયાન ચલાવીને સાત લોકોના ડ્રાઈવિંગ લાઈસેસ રદ્દ કરી દીધા. ટીઓઆઈની રિપોર્ટૅમાં બતાવ્યુ છેકે હ અવે જો કોઈ પહેલીવાર ખોટી દિશામાં વાહન ચલાવતુ પકડાશે તો તેઅમ્ના વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે ઉપરાંત  તેમના દસ્તાવેજો પણ આરટીઓ કાર્યલયમાં જમા કરી લેવાશે. તેના  આ સાથે જ આરટીઓ અધિકારી વાહનવ્યવ્હારના નિયમને તોડનારાના લાઈસેંસ પણ થોડા સમય માટે રદ્દ કરી દેશે.  રિપોર્ટમાં આ સમયકાળ 3થી 6 મહિનાનો બતાવ્યો છે. 
 
ડીએલ રદ્દ કરી તેમને બ્લેકલિસ્ટમાં નાખી દેવાશે 
 
રિપોર્ટમાં જણાવ્યુ છે કે જો ફરીથી વાહનવ્હવ્હાર નિયમોને તોડતા પકડાય ગયા તો તેનુ ડીએલ રદ્દ કરી તેને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવશે.  ડીસીપી ટ્રેફિક (પશ્ચિમ) સંજય ખરાત મુજબ આ પહેલા 5 વાર વાહનવ્યવ્હારના નિયમને તોડવા પર ડીએલ રદ્દ કરવાની વ્યવસ્થા હતી. પણ હવે ટ્રાફિક પોલીસ બે વાર આવુ કરવા પર આરટીઓને એ વ્યક્તિનુ લાઈસેંસ રદ્દ કરવાની ભલામણ કરી શકે છે.  અધિકારીઓનુ માનીએ તો નિયમોમાં કરવામાં આવેલ સખ્તીથી ટ્રાફિક અપરાધમાં કમી જોવા મળશે.