શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 ઑક્ટોબર 2021 (11:01 IST)

LPG Cylinder New Prices: એલપીજી ગેસ સિલિન્ડર 43.5 રૂપિયા મોંઘુ થયું,

આજથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. ઓક્ટોબરના પ્રથમ દિવસે મોંઘવારીનો મોટો આંચકો આવ્યો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 ઓક્ટોબરથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. (LPG Gas Cylinder Price) માં વધારો થયો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) એ 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 43.5 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. આ પછી, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલો વ્યાપારી ગેસ સિલિન્ડરની કિંમત 1693 રૂપિયાથી વધીને 1736.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.
 
જો કે, ઓઇલ કંપનીઓએ સામાન્ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતા 14.2 કિલો બિન સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતોમાંવધારો કર્યો નથી. તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલો સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં ઓઈલ કંપનીઓએ ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો.