સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 13 જૂન 2017 (11:30 IST)

મુંબઈ-અમદાવાદ Bullet Train માં રહેશે અત્યાધુનિક સુવિદ્યાઓ, સ્ત્રી-પુરૂષ માટે જુદા-જુદા ટૉયલેટ

રેલમુસાફરો હવે ભવિષ્યમાં એકદમ નવા પ્રકારના ટોયલેટ વાળી વ્યવસ્થાનો લાભ ઉઠાવી શકે છે. જેના હેઠળ મહિલાઓ અને પુરૂષો માટે જુદા જુદા ટૉયલેટ  ગરમ પાણી સાથે વેસ્ટર્ન આધુનિક ટોયલેટની સુવિદ્યા મળશે. જેમા મેકઅપ માટે ત્રણ જુદા જુદા અરીસા લાગેલા હશે.  કેન્દ્ર સરકાર દ્વારા બુલેટ ટ્રેન દોડાવવા માટે જાપાન પાસે ‘ઈ5 શિંકાસેન ’ સિરિઝની ટ્રેન ખરીદશે. જે ટ્રેનમાં અદ્યતન સુવિધાઓ સામેલ હશે. આ ટ્રેનમાં વેસ્ટર્ન ટોઈલેટ જોવા મળશે એટલુ જ નહી ટોઈલેટમાં ગરમ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત મુસાફરી દરમિયાન નાના બાળકોની યોગ્ય સાચવણી કરી શકાય તેના માટે બેબી ટોઈલેટથી લઈને બેબી ચેન્જિંગરૂમની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ સીટ પાસે કપડાં રાખવા માટે કબાટ તથા વ્હિલચેર પેસેન્જર્સ માટે બે એકસ્ટ્રા સ્પેસિયસ ટોઈલેટની સુવિધા હશે. ઉલ્લેખનીય છે કે, આ ટ્રેન પાછળ રૂ.૧ લાખ કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ માનવામાં આવી રહ્યાં છે.
 
731 સીટવાળી ઈ-5 શિંકાસેન બુલેટ ટ્રેન નવી પેઢીની જાપાની હાઈસ્પીડ ટ્રેન છે. જેમા બહુઉદ્દેશીય રૂમ છે.  જેમા સ્ત્રીઓ માટે સ્તનપાન કરાવવાની સુવિદ્યા અને બીમાર મુસાફરો માટે પણ વ્યવસ્થા રહેશે. આ ઉપરાંત 10 કોચવાળી આ હાઈસ્પીડ ટ્રેનમાં દિવ્યાંગો માટે વિશેષ સુવિદ્યાયુક્ત ટોયલેટ રહેશે. 
 
રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે ભારતીય રેલમાં આવુ પ્રથમ વાર હશે જ્યારે હાઈસ્પીડ ટ્રેનમા મહિલા અને પુરૂષો માટે જુદા જુદા ટોયલેટ રહેશે.  આધુનિક સુવિદ્યાવાળી બુલેટ ટ્રેનને મુંબઈ અને અમદાવાદ વચ્ચે અવરજવર માટે 508 કિલોમીટરનુ અંતર કાપવા લગભગ બે કલાક સાત મિનિટનો સમય લાગશે.