1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 11 ઑગસ્ટ 2016 (13:04 IST)

ગુજરાતમાં 15મી ઓગસ્ટથી કાર અને એસ.ટી. બસને ટોલટેક્સમાંથી મુક્તિ

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તાજેતરમાં જ  ગુજરાતમાં નાના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી હતી. આ પછી નવા નિમાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  એક ચેનલમાં ઈન્ટરવ્યૂ દરમિયાન આ જાહેરાત મુદ્દે સાવ અલગ ટીપ્પણી કરતાં આ મુદ્દો અટવાયો હતો. ત્યારે આજે ગુજરાત સરકારે ટોલ ટેક્સમાંથી મુક્તિની સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે ગુજરાતમાં કાર અને એસ.ટી. બસોને 15મી ઓગસ્ટથી ટોલ ટેક્સમાંથી મુક્તિ મળી જશે. ટેક્સીને પાસિંગને પણ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.

કયા કયા હાઈ-વે પર ટોલ ટેક્સમાંથી મળશે મુક્તિ

1. અમદાવાદ-મહેસાણા ટોલ બૂથ
2. વડોદરા-હાલોલ ટોલ બૂથ
3. અમદાવાદ-વિરમગામ-માળીયા ટોલ બૂથ
4. હાલોલ-ગોધરા-શામળાજી ટોલ બૂથ
5. રાજકોટ-જામનગર-વાડીનાર ટોલ બૂથ
6. હિંમતનગર -બાયપાસ ટોલ બૂથ
7. કીમ-માંડવી રોડ ટોલ બૂથ
8. ભૂજ- નખત્રાણા ટોલ બૂથ
9. ડીસા-પાથાવાડા-ગુંદરી ટોલ બૂથ
10. વડોદરા- છાયાપુરી આરઓબી ટોલ બૂથ
11. કપડવંજ-મોડાસા (માફી છે જ) ટોલ બૂથ
12. બગોદરા-બામણબોર ટોલ બૂથ

આ ટોલ બૂથ પર ટોલટેક્સ યથાવત
અમદાવાદ-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે
અમદાવાદ-ઈંદોર હાઈવે
હજીરા-બારડોલી હાઈવે
રાજકોટ-જૂનાગઢ-પોરબંદર હાઈવે
જૂનાગઢ-સોમનાથ હાઈવે
બામણબોર-સામખીયાળી-કંડલા રોડ
અમદાવાદ રિંગ રોડ પર ટોલટેક્સ યથાવત
-અમદાવાદ રિંગ રોડ પર ટોલટેક્સ મુક્તિ નહીં, કારણ કે તે ઔડા સંચાલિત છે.