નોટબંધીના ત્રણ મહિના બાદ ૩૦ ટકા જેટલાં એટીએમ બંધ હાલતમાં

શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (14:31 IST)

Widgets Magazine


નોટબંધીના ત્રણ મહિના પૂરા થઇ ગયા છે છતાં હજુ પણ કેટલાક એટીએમ બંધ હાલતમાં જોવા મળી રહ્યાં છે. બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે નોટબંધીની શરૂઆતના સમયમાં જે જોવા મળતી હતી તેમાં ઘણે અંશે રાહત થઇ છે, પરંતુ હજુ કેટલાક એટીએમ બંધ જેવી હાલતમાં જોવા મળી રહ્યા છે. બેન્કિંગ સેક્ટરનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજુ ૨૦થી ૩૦ ટકા એટીએમ બંધ જેવી હાલતમાં છે.

એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે બેન્કોના એટીએમમાં મોટી નોટ એટલે કે રૂ. ૨૦૦૦ની નોટો જ મુકાવાના કારણે નાની રકમ ઉપાડનાર વર્ગને ઘણી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વળી એટીએમમાંથી નાણાં ખલાસ થઇ ગયા બાદ સમયસર નહીં મુકાવાના કારણે નાણાં ઉપાડનારને ઘણી વાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ મુશ્કેલી વધુ અનુભવવી પડી રહી છે.
આ અંગે મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના અગ્રણી આર.બી. સરૈયાના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ ત્રણ મહિનાનો સમય પૂરો થયો છે, જોકે અગાઉ જે રોકડની ક્રાઇસિસ હતી તેમાં ઘણે અંશે રાહત થઇ છે, પરંતુ હજુ પણ કેટલાક કારણસર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોના કેટલાક એટીએમમાં નાણાં ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો વળી કેટલાક એટીએમ બંધ જેવી હાલતમાં જોવા મળી રહ્યાં છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

jio પછી આ કંપનીએ કરી ભારતમાં ફ્રી ઈંટરનેટ આપવાના તૈયારી

રિલાયંસ જિયોની ફ્રી ઈંટરનેટ અને કૉલ સેવાની રજૂઆત પછી હવે એક કંપની દેશભરમાં ફ્રી ઈંટરનેટ ...

news

20 ફેબ્રુઆરીથી કાઢી શકશો 50 હજાર રૂપિયા, 13 માર્ચથી કોઈ વિડ્રોઅલ લિમિટ નહી

ભારતીય રિઝર્વ બેંકે બચત ખાતા પર કેશ વિડ્રોલ લિમિટને આવતા 2 ચરણોમાં ખતમ કરવાનો નિર્ણય ...

news

Facebook Liveને ટકકર આપવા માટે Youtube લાવ્યા છે લાઈવ સ્ટ્રીમિંગ

ફેસબુક લાઈવને ટક્કર આપવા યૂટ્યૂબ તેમના યૂજર્સ માટે લાઈવ સ્ટ્રીમિંગ ફીચર શરૂ કર્યા છે. આ ...

news

ચાઈનીઝ કંપની શાંઘાઈ ઓટો સાણંદમાં પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા

અમેરિકન કાર ઉત્પાદક કંપની જનરલ મોટર્સ તેના હાલોલના પ્લાન્ટને ચાઇનીઝ મોટર ઉત્પાદક કંપની ...

Widgets Magazine