હવે રેલવે રિફંડની મળશે તરત જાણકારી, મંત્રાલયે લોંચ કરી વેબસાઈટ

નવી દિલ્હી., શુક્રવાર, 18 મે 2018 (10:59 IST)

Widgets Magazine

રેલ યાત્રી હવે રદ્દ કરવામાં આવેલ પોતાની ટિકિટના રિફંડની સ્થિતિ પર સતત નજર રાખી શકે છે. આ માટે તેમણે એક વેબસાઈટ પર લૉગ ઈન કરવુ પડશે. જેને રેલ મંત્રાલયે તાજેતરમાં શરૂ કર્યુ છે. રિફંડની સ્થિતિને જોવા માટે વેબસાઈટ refund.indianrail.gov.inમાં  મુસાફરોના ફક્ત નામ અને પીએનઆર નંબરની જરૂર પડશે.  
હવે રિફંડમાં નહી થાય મોડુ 
 
રેલવે બોર્ડના નિદેશક વેદ પ્રકાશે જણાવ્યુ કે આ સુવિદ્યાનો ઉદ્દેશ્ય પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનુ છે અને રિફંડની રાહ જોનારાઓ માટે ખૂબ મદદગાર રહેશે.  આ વેબસાઈટ કાઉંટરથી ખરીદવામાં આવેલ ટિકિટ અને ઓનલાઈન ટિકિટ માટે રિફંડની સ્થિતિને બતાડશે.  વેબસાઈટ સેંટર ફોર રેલવે ઈફોરમેશન સિસ્ટમ(ક્રિસ) એ બનાવી છે.  આ પ્રણાલી ખાસ કરીને એ મુસાફરોને મદદ કરશે જેમને ટિકિટ કાઉંટર પર ટિકિટ જમા પાવતી દ્વારા દાવો જમા કરવા મજબૂર થવુ પડે છે. કારણ કે તેઓ પોતાની ટિકિટનુ રિફંડની સ્થિતિ જાણી શકતા નથી. 
Railway station
7 દિવસમાં મળતુ હતુ રિફંડ 
 
અત્યાર સુધી આઈઆરસીટીસી વેબસાઈટ દ્વારા પોતાની ટિકિટ બુક કરાવનારા મુસાફરોને જ તેમના ટિકિટ રદ્દ થતા આગળની પ્રક્રિયા અને રિફંડની સ્થિતિ વિશે ઈમેલ અને મેસેજ મોકલતા હતા. રેલવે ટિકિટ બધા ટિકિટ કાઉંટર, આઈઆરસીટીસી વેબસાઈટ અને રેલવે પૂછપરછ નંબર 139 દ્વારા રદ્દ કરાવી શકાય છે.  ઉલ્લેખનીય છે કે ટીડીઆરની સ્થિતિમાં ઓનલાઈન ટિકિટ રદ્દ કરાવતા રિફંડની રાશિ મુસાફરોના બેંક ખાતામાં પાંચ દિવસમાં પહોંચે છે. જ્યારે કે કાઉંટર પર ટિકિટ રદ્દ કરાવતા સાત દિવસમાં રિફંડ મળે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રેલવે રિફંડ મળશે તરત જાણકારી લોંચ કરી વેબસાઈટ Refund.indianrail.gov.in. -railways-will-instantly-ticket-refun

Loading comments ...

વ્યાપાર

news

ફક્ત 13500 રૂપિયામાં વિદેશ જવાની તક, આ એયરલાઈન્સે રજૂ કરી ખાસ ઑફર

નવી દિલ્હી- અમેરિકાની Wow એયરલાઈનએ ભારતીય યાત્રિઓ માટે એક સારી ખબર આપી છે. કંપની ભારતથી ...

news

કર્નાટકમાં BJP આગળ સેંસેક્સ 410 અંક ઉચકાયું, જાણો શેયર બજારની 6 મોટી વાતોં

કર્નાટક ચૂંટણીના પરિણામના પ્રવાહમાં, ભાજપનો વધારો થવાને કારણે શેરબજારમાં તેજી જોવાઈ રહી ...

news

નોટબંધી પછી રજુ થયેલ નવા નોટ જો ખરાબ થઈ તો બેંકમાં જમા નહી થાય

જો તમારી પાસે 200,500 કે 2000ના નવા નોટ ખરાબ હાલતમાં છે અને તમે તેને બદલવાનુ વિચારી ...

news

રિલાયંસ જિયોનો નવો પોસ્ટપેડ Hello પ્લાન, ફક્ત 50 પૈસામાં કરો અમેરિકામાં કૉલ

જિયોએ પોતાનો નવો પોસ્ટપેડ પ્લાન રજુ કર્યો છે. આ પ્લાનમાં યૂઝરને 199 રૂપિયામાં અનેક સેવાઓ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine