શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2019 (10:45 IST)

ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા 120 રૂપિયા કિલો વેચાશે

ડુંગળીના ભાવોમાં 45 ટકાનો વધારો નોંધાયો છે.
દિલ્હીમાં ડુંગળીનો પ્રતિ કિલો ભાવ 100 રૂપિયાને સ્પર્શી ગયો છે.
વરસાદને પગલે ડુંગળીના પાકને નુકસાન થતાં ઉત્પાદન ઓછું થવાની ભીતિને કારણે ડુંગળીના ભાવોમાં વધારાની સ્થિતિ સર્જાઈ હોવાનું અહેવાલમાં કારણ અપાયું છે.
વળી કેન્દ્ર સરકારના પ્રયત્નો છતાં ડુંગળીના ભાવ વધી રહ્યા હોવાથી સરકારે તેને અફઘાનિસ્તાન અને તુર્કીમાંથી આયાત કરી સ્થિતિ નિયંત્રણમાં લેવાની તૈયારી પણ દાખવી છે.