શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ. , સોમવાર, 29 એપ્રિલ 2019 (16:53 IST)

ગુજરાત - બટકાની ખાસ જાતિ ઉગાડવા મામલે પેપ્સીકોએ ખેડૂતોને સમજૂતીનો પ્રસ્તાવ મુક્યો

પેપ્સીકોએ બટાકાની વિશેષ જાતિ ઉગાડવા મામલે ગુજરાતના 4 ખેડૂતો સામે સમજૂતીનો પ્રસ્તાવ મુક્યો છે. પેપ્સીકો મુજબ આરોપી ખેડૂતોને કંપનીની રજિસ્ટર્ડ વેરાયટીવાળા બટાકા ઉગાડ્યા. પેપ્સીકોએ વિવાદિત વેરાયટી પર પ્લાંટ વેરાયટી પ્રોટેક્શન રાઈટ્સ હોવાનો દાવો કર્યો છે.  આ મામલે તેણે સાબરકાંઠા અને અરાવલ્લી જીલ્લાના 9 ખેડૂતો વિરુદ્ધ કેસ કર્યો હતો. 
 
ખેડૂતોના વકીલે કહ્યુ - પેપ્સીકોના પ્રસ્તાવ પર ચર્ચા કરીશુ. આ મામલે શુક્રવારે કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી થઈ. પેપ્સીકોએ કહ્યુ કે ખેડૂત જો આ અંડરટેકિંગ આપે કે વિશેષ પ્રકારના બીજ કંપની પાસેથી ખરીદે અને પછી કંપનીને જ બટાકા વેચશ તો આ સમજૂતી માટે તે તૈયાર છે. કંપનીએ ચારે ખેડૂતો પર 1-1 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે. 
 
સાબરકાંઠા જીલ્લાના 4 ખેડૂતોની તરફથી કોર્ટમાં રજુ થયેલ વકીલ આનંદ યાગનિકે કહ્યુ કે તે પેપ્સીકોના પ્રસ્તાવ વિશે ખેડૂતોને વાત કરશે અને આગામી સુનાવણીમાં કોર્ટમાં માહિતી આપશે. આગામી સુનાવણી 12 જૂનના રોજ થશે. 
 
કોમર્શિયલ કોર્ટે પેપ્સીકોના પેટેંટવાળા બટાકાના બીજને ખેડૂતો દ્વારા ઉપયોગ પર રોક લગાવી રાખી છે. આ આદેશ આગામી સુનાવણી સુધી ચાલુ રહેશે.  પેપ્સીકોનુ કહેવુ છે કે ભારતમાં એફસી-5 પ્રકારના બટાકા ઉગાડવા અને વેચવા માટે તેમની પાસે 2016થી એકાધિકાર છે. 
 
પેપ્સીકોએ અરાવલી જીલ્લાના 5 ખેડૂતો વિરુદ્ધ મોદાસાની જીલ્લા કોર્ટમાં મામલો નોંધાવ્યો હતો. તેના પર 20-20 લાખ રૂપિયાનો દાવો કર્યો છે. ત્રણ દિવસ પહેલા 190 એક્ટિવિસ્ટ ગુજરાતના ખેડૂતોના સમર્થનમાં આવી ગયા. કેન્દ્ર સરકારને અપીલ કરતા તેમણે કહ્યુ કે પેપ્સીકોને ખોટા કેસ પરત લેવાનુ કહેવામાં આવે.