શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : સોમવાર, 4 માર્ચ 2019 (11:20 IST)

Rate of Petrol Today - ફરી મોંઘુ થયુ પેટ્રોલ-ડીઝલ, જાણો આજના નવા રેટ્સ

Rate of Petrol Today
પેટ્રોલ ડીઝલની કિમંતોમાં સોમવારે થોડો વધારો જોવા મળ્યો.  પેટ્રોલના ભાવમાં 10 પૈસા અને ડીઝલના ભાવમા 13 પૈસાનો વધારો જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિમંત 72.17 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ ડીઝલ 67.54 રૂપિયા પ્રતિ લીટર મળી રહી છે. 

શહેર  પેટ્રોલના ભાવ ડીઝલના ભાવ  
દિલ્હી     72.17   67.54
મુંબઈ     77.80   70.76
કલકત્તા     74.26   69.33
ચેન્નઈ     74.95   71.38
 
 
પેટ્રોલ ડીઝલના ભાવ વધવાનુ કારણ 
 
આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલની કિમંતો વધવાથી બ્રેંટ ક્રૂડની કિમંતો ત્રણ મહિનાની ઊંચાઈ 64 ડોલર પ્રતિ બૈરલ પર પહોંચી ગઈ છે. છેલા એક મહિનામાં કાચા તેલના ભાવ લગભગ 8 ટકા વધી ગયા છે. દુનિયાની મોડી રિસર્ક ફર્મ ગોલ્ડમિન સેક્સએ પોતાની તાજેતરની રિસર્ચ રિપોર્ટમા કહ્યુ કે વર્ષ 2019ની શરૂઆતથી જ ઓપેક દેશોએ ઉત્પાદન ઘટાડી દીધુ છે. એક્સપર્ટસનુ માનવુ છે કે જો કિમંત વધતી રહી તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજીનુ વલણ ફરી બની શકે છે અને વર્તમન સ્તરના ભાવ 3 રૂપિયા સુધી વધી શકે છે. 
 
આ રીતે નક્કી થાય છે પેટ્રોલ ડીઝલના બહવ 
 
આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં ફેરફાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાની કિમંતોના આધાર પર જ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે.