પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, દેશભરમાં ખુશીની લહેર
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આજ અડધીરાતથી ઓછા થઈ ગયા છે. પેટ્રોલ 3.77 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 2.91 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ થઈ ગયુ છે. સાર્વજનિક તેલ કંપનીઓએ પેટ્રોલિયમ ઉત્પાદોના ભાવમાં આ કપાતની જાહેરાત કરી છે. હાલ દિલ્હીમાં પેટ્રોલના બહવ 71.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 59.02 રૂપિયા પ્રતિ લીટર છે. ઈંડિયન ઓયલ કોર્પોરેશનનુ કહેવુ છે કે પેટ્રોલના ભાવમાં 3.77 રૂપિયા પ્રતિ લીટરની કપાત કરવામાં આવી છે. તેમ રાજ્ય લેબી સામેલ નથી. મતલબ સ્થાનીય લેબીને સામેલ કરવા પર કપાત વધુ થશે. આ રીતે ડીઝલના ભાવમાં 2.91 રૂપિયા પ્રતિ લીટરની કપાત કરવામાં અવી છે. આ કપાતમાં રાજ્ય લેબી સામેલ નથી. આ પહેલા તેના ભાવમાં 16 જાન્યુઆરીના રોજ સંશોધન કરવામાં આવ્યુ હતુ.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલો મોટો ઘટાદો દરેક માટે સારા સમાચાર છે. જો કે કેન્દ્ર સરકારે વર્ષની શરૂઆતમાં બધાના ખિસ્સા ઢીલ કર્યા હતા. 15મી જાન્યારીની અડધી રાતથી ડીઝલએને કિમંતોમાં એક રૂપિયા ત્રણ પૈસા અને પેટ્રોલમાં 42 પૈસા મોંઘી કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં ક્રૂડની કિમંતો પણ લગભગ 13 ટકા ઓછી થઈ છે. 23 ફેબ્રુઆરીના રોજ ક્રૂડ ઓઈલ 55 ડોલર પ્રતિ બૈરલ હતી. જે 23 માર્ચના રોજ ઘટીને 48 ડોલર પ્રતિ બૈરલ પર આવી ગઈ હતી. આ ઉપરાંત છેલ્લા 15 દિવસ પર નજર નાખીએ તો ડૉલર સામે રૂપિયો પણ મજબૂત થયો છે.
આ શહેરોમાં આ હશે પેટ્રોલ-ડીઝલની કિમંત
નવી કિમંતો પછી હવે દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લીટર 67.37 રૂપિયા, કલકત્તામાં 69.89 રૂપિયા ચેન્નઈમાં 70.66 રૂપિયા અને મુંબઈ પ્રતિ લિટર 73.69 રૂપિયા વેચાશે.