1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 2 જાન્યુઆરી 2019 (16:53 IST)

રેલવે સુરક્ષાબળમાં કાંસ્ટેબલ બનવા માટે બંપર ભરતી, અરજી થઈ ચુકી છે શરૂ

રેલવે સુરક્ષાબળ
જો તમે બેરોજગાર છો તો નવુ વર્ષ તમારે માટે ખૂબ લકી સાબિત થઈ શકે છે.  વર્ષના પહેલા જ દિવસે રેલવે સુરક્ષાબળના કાંસ્ટેબલના પદ પર અરજી પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. આ ભરતી કુલ 798 પદ પર થવાની છે.  આ પદ માટે ઉમેદવાર 1 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી અરજી કરી શકે છે. 
 
પદની વિગત 
 
કાંસ્ટેબલ - વોટર કેરિયર - 452 પદ 
કાંસ્ટેબલ (સફાઈકર્મચારી) - 199 પદ 
કાંસ્ટેબલ (વોશરમેન) - 49 પદ 
કાંસ્ટેબલ (હજામ)  - 49 પદ 
કાંસ્ટેબલ (માળી) 7 પદ 
ટેલર (ગ્રેડ III) 14 પદ 
કોબલસ (ગ્રેડ III) - 22 પદ 
 
યોગ્યતા - આ પદ પર અરજી કરવા માટે ઉમેદવાર કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેટ્રિક કે SSLC પાસ હોવો જરૂરી છે. 
 
આયુ સીમા - કાંસ્ટેબલ ના પદ પર અરજી કરવા માટે ઉમેદવારની આયુ 18 થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ. 
 
આવેદન ફી - સામાન્ય અને ઓબીસી વર્ગ - 500 રૂપિયા 
એસસી/એસટી/મહિલાઓ/અલ્પસંખ્યક - 250 રૂપિયા 
 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારોની પસંદગી કંમ્પ્યુટર આધારિત પરીક્ષા, શારીરિક દક્ષતા પરીક્ષા ટ્રેડ ટેસ્ટ અને ડોક્યૂમેંટ વેરિફિકેશન પછી કરવામાં આવશે. 
 
આ રીતે કરો એપ્લાય 
 
આ પદ માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવી પડશે.  ઓનલાઈન એપ્લાય કરવા માટે ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ rpfonlinereg.co.in પર જઈને અરજી કરી શકે છે.