સોમવાર, 7 એપ્રિલ 2025
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 2 એપ્રિલ 2025 (13:47 IST)

શુ હતી રતન ટાટાની અંતિમ ઈચ્છા, કેવી રીતે થશે 3800 કરોડની વહેંચણી, કોણે શુ મળશે ?

ભારતના સૌથી સમ્માનિત ઉદ્યોગપતિ એક દૂરદર્શી અને પરોપકારી રતન ટાટાનુ નામ આજે પણ દરેક ભારતીયોના દિલમાં ગૂંજે છે. 9 ઓક્ટોબર 2024ના રોજ તેમના નિધનથી ફક્ત ટાટા સમૂહ માટે જ નહી પણ આખા દેશ માટે અપૂરણીય ક્ષતિ હતી. પણ હવે તેમના મોત પછી તેમની 3800 કરોડ રૂપિયાની વિશાળ સંપત્તિ અને વસીયતને લઈને એક નવો ધમાકો થયો છે. આ સ્ટોરી ન ફક્ત ધનની છે પણ વિશ્વાસ, સંબંધો અને તેમના એ સપનાની છે જે તેમણે પોતાના અંતિમ દિવસ સુધી જીવ્યા - એક સારા સમાજનુ નિર્માણ. 
 
વસીયતનો નો-કૉન્ટેસ્ટ ભાગ - રતન ટાટાની અંતિમ ઈચ્છા, રતન ટાટાએ પોતાની વસિયતમાં એક શરત મુકી હતે કોઈપણ લાભાર્થી તેમની ઈચ્છાને પડકાર આપશે, તો તેનો ભાગ જપ્ત કરવામાં આવશે. આ નો-કૉન્ટેસ્ટ  ભાગ તેમની દૂરંદેશીનુ પ્રતિક હતુ. એ નહોતા ઈચ્છતા કે તેમના ગયા પછી તેમના પ્રિયજનો અને સહયોગીઓની વચ્ચે સંપત્તિઓને લઈને કોઈ વિવાદ થાય. પણ શુ આ શરત હવે એક નવા વિવાદને જન્મ આપી રહી છે ? તેમના દીઘકાલિક સહયોગી મોહિની મોહન દત્તે સંપત્તિમાં પોતાના  ભાગ પર સ્પષ્ટીકરણ માંગ્યુ છે. આ સવાલ હવે દરેક કોઈના મનમાં ખૂંપી રહ્યો છે - શુ રતન ટાટાનુ સપનુ અધૂરુ રહી જશે ?
 
3800 કરોડની વહેંચણી, કોણે શુ મળશે ?
રતન ટાટાની સંપત્તિ નુ મૂલ્ય લગભગ 3800 કરોડ રૂપિયા આંકવામાં આવ્યુ છે. તેમા ટાટા સન્સના શેર (બુક વેલ્યુ પર 1684 કરોડ રૂપિયા) વિવિધ સ્ટોક, નાણાકીય સાધન અને સંપત્તિઓનો સમાવેશ છે.  તેમની વસીયત જે 23 ફેબ્રુઆરી 2022 ના રોજ હસ્તાક્ષરિત થઈ હતી.  ચાર કોડિસિલની સાથે તૈયાર થઈ હતે. તેનો સૌથી મોટો ભાગ તેમના દ્વારા સ્થાપિત બે ધર્માર્થ સંગઠનો - રતન ટાટા એંડાઉમેંટ ફાઉંડેશન અને રતન ટાટા એંડાઉમેંટ ટ્રસ્ટ - ને આપવામાં આવ્યુ છે.  આ તેમના એ સંકલ્પને દર્શાવે છે કે તેમની કમાણીનો મોટાભાગનો ભાગ સમાજની ભલાઈ માટે જાય.  
 
તેમની બહેનો, શિરીન જીજીભૉય અને ડીના જીજીભૉયને સંપત્તિનો એક તૃતીયાંશ ભાગ, એટલે કે લગભગ 800 કરોડ રૂપિયા મળશે. તેમનાભાઈ જિમી નવલ ટાટા, જે 82 વર્ષના છે, કો જુહુનો આલીશાન બંગલો, ચાંદીની વસ્તુઓ અને ઘરેણા વિરાસતમાં મળશે.  નિકટના મિત્ર મેહલી મિસ્ત્રીને અલીબાગની સંપત્તિ અને ત્રણ બંદૂકો આપવામાં આવીછે. બીજી બાજુ મોહિની મોહન દત્ત જે ટાટા સમૂહના પૂર્વ કર્મચારી અને રતન ટાટાના વિશ્વાસપાત્ર રહ્યા ને પણ બાકી સંપત્તિનો એક તૃતીયાંશ ભાગ મળશે. પણ રતન ટાટા સન્સના શેરને લઈને દત્તનો દાવો અનિશ્ચિત બન્યો છે. કારણ કે આ શેર વિશેષ રૂપથી ધર્માર્થ ટ્રસ્ટો માટે અનામત છે. 
 
મોહીની મોહન દત્તનો સવાલ -વિવાદ કે સ્પષ્ટીકરણ ?
મોહીની મોહન દત્તનુ નામ હવે ચર્ચામાં છે. વકીલો મુજબ દત્તે વસીયતને પડકારી નથી પણ ફક્ત પોતાના ભાગ પર સ્પષ્ટતા માંગી છે. પણ આ સવાલ પણ ઓછો સનસનીખેજ નથી. શુ આ રતન ટાટાના એ વિશ્વાસ પર ઘા છે જે તેમણે પોતાના સહયોગીઓમા બતાવ્યો હતો ?  કે પછી આ એક માણસના હક માંગવાની ભાવભીની પુકાર છે, જેણે ટાટા સાથે ખભા સાથે ખભો મેળવીને કામ કર્યુ ? આ મામલની સુનાવણી માટે વસીયતના નિષ્પાદકોએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે અને ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેને મધ્યસ્થતા માટે નિમણૂક કરવામાં આવી છે.