બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 11 મે 2019 (15:33 IST)

આધાર અપડેટ કરવાના ચાર્જેસમાં થયો ફેરફાર, જાણો હવે કેટલા પૈસા આપવા પડશે.

. જો તમે આધાર કાર્ડની ડિટેલ્સમાં કોઈ અપડેશન કરવા માંગો છો કે પછી આધાર કાર્ડ જનરેટ કરવા માંગો છો તો તમને વધુ ચાર્જ આપવા પડશે. આધાર રજુ કરનારી અથોરિટી UIDAI એ આધારની ચાર્જેબલ સર્વિસેજ માટે ચાર્જ વધારી દીધો છે. 1 જાન્યુઆરી 2019 થી આધાઅર અપડેશન માટે ચાર્જ વધ્યા છે. આધાર અથોરિટી યૂઆઈડીએઆઈ એ ટ્વીટમાં જણાવ્યુ કે તમને કંઈ સેવા માટે ચાર્જ આપવો પડશે અને આધાર સાથે જોડાયેલ કયા કામ માટે તમને ફી નહી ભરવી પડે. 
 
આધાર એનરોલમેંટ 
 
તમે જો પહેલીવાર આધાર કાર્ડ માટે એનરોલ કરી રહ્યા છો તો તમને કોઈપણ પ્રકારનો ચાર્જ નહી આપવો પડે. આ બિલકુલ મફત છે. 
 
બાયોમૈટ્રિક અપડેટ 
 
જો તમે બાળકોના મૈનડેટરી બાયોમૈટ્રિક અપડેટ  કરવા માંગો છો તો એ માટે પણ તમને કોઈપણ પ્રકારનો ચાર્જ નહી આપવો પડે. તેને તમે એનરોલમેંટ સેંટર જઈને બિલકુલ મફતમાં કરી શકો છો. 
નામ બદલવુ 
 
જો તમે આધાર કાર્ડમાં તમારુ નામ, સરનામુ, મોબાઈલ, ઈમેલ અને બાયોમેટ્રિક અપડેશન કે બંને પ્રકારના અપડેશન કરવા માંગો છો તમારે 50 રૂપિયા આપવા પડશે. 
 
કલર પ્રિંટ આઉટ - eKYC દ્વારા આધાર સર્ચ/ફાઈંડ આધાર/કે અન્ય કોઈ ટૂલ અને A4 શીટ કલર પ્રિંટ માટે ચાર્જ 30 રૂપિયા છે. 
 
અહી કરો ફરિયાદ 
 
જો કોઈ તમારી પાસેથી ગેરકાયદેસર વસૂલી કરવાની કોશિશ કરે તો તેને તમે ફરિયાદ કરી શકો છો. આવા મામલાની ફરિયાદ માટે તમે ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરી શકો છો.  આ સાથે જ તમે [email protected] પર ઈમેલ કરી શકો છો.