મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2023 (19:50 IST)

ગુજરાતમાં છેલ્લા 55 મહિનાથી ડીલર માર્જીન નહીં વધતાં ત્રીજી માર્ચથી CNGનું વેચાણ બંધ

ગુજરાતમાં ફરીવાર સીએનજી વાહનચાલકોને હેરાનગતી થાય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્યમાં આગામી ત્રીજી માર્ચથી સીએનજીનું વેચાણ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશને આ નિર્ણય લીધો છે. અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિકાલ નહીં આવતાં હવે અચોક્કસ મુદ્દત સુધી સીએનજીનું વેચાણ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
ત્રીજી માર્ચથી સીએનજીનું વેચાણ બંધ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સીએનજીના વેચાણ માટેનું ડીલર માર્જીન છેલ્લા 55 મહિનાથી વધ્યુ નથી. આ માટે  સરકારને અનેક પત્રો લખવામાં આવ્યાં અને મીટિંગો પણ કરાઈ છતાંય તેનું કોઈ નિરાકરણ નહીં આવતાં આજે ગુજરાતના સીએનજી ડીલર્સની મીટિંગ મળી હતી. આ મીટીંગમાં સર્વાનુમતે ત્રીજી માર્ચથી અચોક્કસ મુદ્દત માટે સીએનજીનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
રિક્ષા ચાલકોની આવક પર અસર થઈ શકે છે
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશનના આ નિર્ણયથી હજારો રિક્ષા ચાલકો અને લાખો કાર ચાલકોને મોટો ફટકો પડવાનો છે. જે રિક્ષા ચાલકો સીએનજીને આધારે રિક્ષા ચલાવી રહ્યાં છે તેમની રોજની આવક પર અસર થઈ શકે છે.