શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (12:22 IST)

RBI ટૂંક સમયમાં જ લાવશે 100 રૂ.ના નવા નોટ, આ રહેશે ફીચર્સ

રિઝર્વ બેંક ટૂંક સમાયમાં જ 100 રૂપિયાના નવા નોટ ચલનમાં લાવશે. આ મહાત્મા ગાંધી શ્રેણી-2005ની ડિઝાઈનના મુજબના રહેશે. આરબીઆઈએ એક અધિસૂચનામાં જણાવ્યુ, રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ મહાત્મા ગાંધી શ્રેણી-2005 100 રૂપિયાના નવા નોટ રજુ કરશે. 
 
તેમા ઈંસેટ લેટર 'R' બંને નંબર પેનલોમાં હશે. તેના પર રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે. નોટની પાછળના ભાગમાં છપાઈ વર્ષ 2017 પ્રકાશિત હશે. 
 
નોટમાં જે વિશેષતાઓ હશે તેમા નંબર પેનલમાં અંકનો આકાર વધતા ક્રમમાં હશે. તેમા નોટના સીધ ભાગમાં બ્લીડ લાઈન અને મોટી ઓળખ ચિન્હ હશે.  
 
નોટમાં જે વિશેષતાઓ હશે તેમા નંબર પેનલમાં અંકનો આકાર વધતા ક્રમમાં હશે. તેમા નોટના સીધા ભાગમાં બ્લીડ લાઈન અને મોટી ઓળખ ચિન્હ હશે. 
 
ઉલ્લેખનીય છે કે પ્રધનામંત્રીએ ગઈ આઠ નવેમ્બરે નોટબંધીનુ એલાન કરતા 500 અને 1000 રૂપિયાના નોટોને ચલનમાંથી બહાર કર્યુ હતુ. તેના બદલામાં 500 અને બે હજાર રૂપિયાની નવી નોટોને આરબીઆઈએ રજુ કરી હતી. 
 
બીજી બાજુ એ પણ સમાચાર આવી રહ્યા છે કે આરબીઆઈ 20 રૂપિય અને 50 રૂપિયાના પણ નવા નોટ ટૂંક સમયમાં રજુ કરી શકે છે. પણ જૂના 20 રૂપિયા અને 50 રૂપિયાના નોટ બજારમાંથી બહાર નહી કરવામાં આવે. 
 
નોટના પાછળના ભાગમાં છપાઈ વર્ષ 2017 પ્રકાશિત હશે 
 
ઈંસેટ લેટર  'R' બંને નંબર પેનલોમાં હશે 
 
નંબર પેનલમાં અંકનો આકાર વધતા થયેલ ક્રમમાં હશે. 
 
નોટના સીધા ભાગમાં બ્લીડ લાઈન અને મોટી ઓળખ ચિન્હ હશે.