બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (11:16 IST)

Ayodhya Ram Mandir: આજથી અયોધ્યા માટે સીધી ફ્લાઈટની શરૂઆત, જાણો શુ રહેશે સમય

Maharshi Valmiki Airport
Ayodhya Airport Update: અયોધ્યામાં નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજથી નિયમિત હવાઈ સેવા શરૂ થઈ રહી છે. રિપોર્ટ મુજબ, હાલમાં ફક્ત 2 એરક્રાફ્ટ સેવામાં હશે અને 06 વધુ એરક્રાફ્ટ ભવિષ્યમાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં દિલ્હીથી આવનાર પ્લેન બપોરે 1:15 વાગ્યે લેન્ડ થશે અને બપોરે 1:30 વાગ્યે દિલ્હી માટે રવાના થશે.
 
એએસજી સંભાળશે એરપોર્ટ સુરક્ષાનો હવાલો  
મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષાની જવાબદારી સેન્ટ્રલ ફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટ સિક્યુરિટી ગ્રુપ (ASG) દ્વારા સંભાળવામાં આવશે અને સુરક્ષા માટે 150 થી વધુ CISF કમાન્ડો તૈનાત કરવામાં આવશે. આ સુરક્ષા દળો મુસાફરોના સામાનની તપાસ કરશે અને પરિસરમાં સુરક્ષા સુનિશ્ચિત કરશે.
 
 1450 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ 
સત્તાવાર અહેવાલો અનુસાર, મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટનો પ્રથમ તબક્કો 1,450 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થઈ ગયો છે. તેમજ 821 એકરમાં ફેલાયેલા એરપોર્ટનું તબક્કાવાર વિસ્તરણ કરવામાં આવશે. એરપોર્ટને સુંદર બનાવવા માટે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના આર્કિટેક્ચરના આધારે ટર્મિનલ બિલ્ડીંગની આંતરિક રચના કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં આ એરપોર્ટ વાર્ષિક અંદાજે 10 લાખ મુસાફરોને સેવા આપવા માટે તૈયાર થશે.