Sundar Pichai Birthday: કહેવાય છે કે જો વ્યક્તિના મનમાં જોશ અને કંઈક કરવાની ઈચ્છા હોય તો તે ઊંચાઈઓ પર જરૂર પહોંચે છે. આનુ સાક્ષાત ઉદાહરણ છે સુંદર પિચાઈ (Sundar Pichai). જે દુનિયાભરમાં ભારતનુ નામ રોશન કરી રહ્યા છે. ભારતીય મૂળના સુંદર પિચાઈ દુનિયાની સૌથી મોટી અલ્ફાબેટ (Alphabet) અને તેની સહાયક કંપની ગૂગલ (Google) એલએલસીના સીઈઓ  (CEO) છે. Alphabet ના CEO ના રૂપમાં તેમને ડિસેમ્બર 2019ના રોજ પ્રમોત કરવામાં આવ્યા છે. આજે સઉંદર પિચાઈ  (Sundar Pichai) દુનિયાના સૌથી વધુ સેલેરી મેળવનારા સીઈઓ છે. પણ આ મુકામ સુધી પહોંચવુ તેમને માટે એટલુ સહેલુ રહ્યુ નથી. રસ્તામાં અનેક મુશ્કેલીઓ આવી, પણ આ બધી મુશ્કેલીઓ સુંદરે પોતાની લગન અને દ્રઢ નિશ્ચયથી હરાવી દીધી  તેમના જન્મદિવસના અવસર પર અમે તમને તેમના જીવન વિશે જોડાયેલ કેટલીક ખાસ વાતો બતાવી રહ્યા છીએ.  
				  										
							
																							
									  
	 
	કો-ફાઉંડરે બ્લોગ પોસ્ટ દ્વારા આપી માહિતી 
	 
	ગૂગલના કે કો-ફાઉંડર લૈરી પેજના બ્લોગ પોસ્ટ મુજબ ગૂગલે હવે Alphabet Incનો ભાગ બનશે. તેમણે કહ્યુ "સુંદર ગૂગલને હજુ વધુ ક્લીન અને જવાબદારીપૂર્વક બનાવશે" જો કે અલ્ફાબેટની જવાબદારી પેજ સીઈઓ અને ગૂગલના કો-ફાઉંડર સર્ગેઈ બિન પ્રેસિડેંટના રૂપમાં સાચવશે. 
				  
	 
	- બે રૂમનુ હતુ ઘર 
	 
	ચેન્નઈના બે રૂમવાળા ઘરમાં રહેનારા સુંદર પિચાઈના પરિવારમાં ન તો ટીવી હતુ કે ન તો ટેલીફોન કે ન તો કાર. અભ્યાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનો ફાયદો સુંદરને મળ્યો જ્યારે આઈઆઈટી ખડગપુરમાં તેમને વિશેષ સીટ મળી ગઈ. અહીથી એંજિનિયરિંગ કર્યા બાદ આગળના અભ્યાસ માટે તેમને સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીની સ્કૉલરશિપ મળી અને અમેરિકા તેમનુ બીજુ ઘર બની ગયુ. આ સમયે તેમના પરિવારની આર્થિક સ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે સુંદરની હવાઈયાત્રા માટે તેમના પિતાને લોન લેવી પડી. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	જન્મ - 
	 
	સુંદર પિચાઈનો જન્મ ચેન્નઈમાં 1972માં થયો હતો અને હવે તેઓ 43 વર્ષના છે. 
				  																		
											
									  
	- તેમનુ અસલી નામ પિચાઈ સુંદરાજન છે. પણ તેમને સુંદર પિચાઈના નામથી ઓળખવામાં આવે છે. 
	- તેમને 2004માં ગૂગલ જ્વોઈન કર્યુ હતુ. એ સમયે તેઓ પ્રોડક્ટ અને ઈનોવેશન ઓફિસર હતા. 
				  																	
									  
	 
	અભ્યાસ 
	 
	પિચાઈનો જન્મ મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. તેના પિતા બ્રિટિશ કંપની જીઈસીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. જ્યારે માતા સ્ટેનોગ્રાફર તરીકે કામ કરતી હતી. સુંદર પિચાઈએ 17 વર્ષની ઉંમરે આઈઆઈટી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. તેણે ઈજનેરી ખડગપુરથી કર્યું છે. પિચાઇ ભણવામાં ખૂબ સારા હતા. તે હંમેશા તેની બેચનો ટોપર રહેતો. તેણે એન્જિનિયરિંગની અંતિમ પરીક્ષામાં પણ ટોચનું સ્થાન મેળવ્યું અને સિલ્વર મેડલ જીત્યો.
				  																	
									  
	 
	- પિચાઈને પેન્સિલવાનિયા યૂનિવર્સિટીમાં સાઈબેલ સ્કૉલરના નામથી ઓળખવામાં આવતા હતા 
				  																	
									  
	- પિચાઈએ પોતાની બેચલર ડિગ્રી આઈઆઈટી ખડગપુરથી પ્રાપ્ત કરી છે. તેમણે પોતાની બેચમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યુ હતુ. 
				  																	
									  
	- USમાં સુંદરે MSનો અભ્યાસબ્યાસ સ્ટૈનડફોર્ડ યૂનિવર્સિટીથી કર્યો નએ વોર્ટન યૂનિવર્સિટીથી MBA કર્યુ. 
				  																	
									  
	 
	અમેરિકામાં સંઘર્ષ 
	 
	1995માં સ્ટૈનફોર્ડ પહોંચેલ સુંદર તંગ આર્થિક સ્થિતિમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હતા. પૈસા બચાવવા તેમણે જૂની વસ્તુઓનો ઉપયો ગ્કર્યો. પણ અભ્યાસ સાથે સમજૂતી નહોતી કરી.  તેઓ પીએચડી કરવા માંગતા હતા પણ પરિસ્થિતિયો એવી બની કે તેમણે પ્રોડક્ટ મેનેજર એપ્લાયડ મટીરિયલ્સ (Applied Materials)ઈંકમાં નોકરી કરવી પડી. જાણીતી કંપની મૈક્કિંસે(McKinsey)માં એક કંસલ્ટેટ કામ કરવા સુધી તેમની કોઈ ઓળખ નહોતી. 
				  																	
									  
	 
	એક આઈડિયાએ બદલી જીંદગી 
	 
	સમય બદલાયો અને 1 એપ્રિલ 2004માં તેમણે ગૂગલ જ્વોઈન કર્યુ. સુંદરે પહેલા પ્રોજેક્ટ પ્રોડક્ટ મેનેજમેંટ અને ઈનોવેશન શાખામાં ગૂગલના સર્ચ ટૂલબારને શ્રેષ્ઠ બનાવીને બીજા બ્રાઉજરના ટ્રૈફિકને ગૂગલ પર લાવવાનુ હતુ. આ દરમિયાન તેમને સલાહ આપી કે ગૂગલે પોતાનુ બ્રાઉઝર લોંચ કરવુ જોઈએ. આ એક આઈડિયાને કારણે ગૂગલના સંસ્થાપક લૈરી પેજની નજરોમાં આવી ગયા. બસ આ એક આઈડિયાએ તેમની જીંદગી બદલી નાખી, અહીથી જ તેમને ઓળખ મળવી શરૂ થઈ. 2008થી લઈને 2013 દરમિયન સુંદર પિચાઈના નેતૃત્વમાં ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમની સફળ લોંચિંગ થઈ અને ત્યારબાદ એંડ્રોઈડ માર્કેટ પ્લેસે તેમને દુનિયાભરમાં જાણીતા કરી દીધા. 
				  																	
									  
	 
	કર્યા અનેક ક્રિએશન 
	 
	- સુંદરે જ ગૂગલ ડ્રાઈવ જીમેલ એપ અન ગૂગલ વીડિયો કોડેકનુ ક્રિએશન કર્યુ છે. 
				  																	
									  
	- તેમના દ્વારા બનાએલ ક્રોમ એએસ અને એડ્રોઈડ એપે તેમને ગૂગલના ટોચ પર પહોંચાડી દીધા. 
	- ગયા વર્ષે એંડ્રોઈડ તેમની પાસે આવ્યો અને તેમણે ગૂગલના અન્ય વ્યવસાયને આગળ વધારવામાં પણ પોતાનુ યોગદાન આપ્યુ. પિચાઈને કારણે જ ગૂગલે સેમસંગને પાર્ટનર બનાવ્યુ. 
				  																	
									  
	 
	પ્રોડક્ટ મેનેજરના રૂપ
	 
	- પ્રોડક્ટ મેનેજરના રૂપમાં જ્યારે તેમને ગૂગલ જ્વોઈન કર્યુ હતુ તો ઈંટરનેટ યૂઝર્સ માટે રિસર્ચ કર્યુ. જેથી યૂઝર્સ જે ઈન્સ્ટોલ કરવા માંગે છે. તે જલ્દી ઈન્સ્ટૉલ થઈ જાય. જો કે આ કામ વધુ મજેદાર નહોતુ. છતા પણ તેમણે ખુદને સાબિત કરવા માટે અન્ય કંપનીઓ સાથે સારા સંબંધ બનાવ્યા. જેથી ટૂલબારને સારુ બનાવી શકાય. 
				  																	
									  
	 
	- ત્યારબાદ તેમણે પ્રોડક્ટ મેનેજમેંટના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. 2011માં જ્યારે લૈરી પેજ ગૂગલના સીઈઓ બન્યા તો તેમણે તરત  પિચાઈને પ્રમોટ કરીને સીનિયર વાઈસ પ્રેસિડેંટ બનાવી દીધા. 
				  																	
									  
	 
	- આજ પિચાઈ પેજ માટે ખૂબ જ મહત્વપુર્ણ વ્યક્તિ છે અને હંમેશા તેમની સાથે મીટિંગમાં જાય છે. 
				  																	
									  
	 
	- તેમને પેજ સાથે વોટ્સએપના સીઈઓ જૈંન કૉમ સાથે મુલાકાત કરી અને તેમને આ વાત માટે રાજી કર્ય કે તેઓ મેસેજિંગ સ્ટાર્ટઅપ ફેસબુકને ન વેચે. આ જ રીતે તેમણે Nest's ના ટોની ફૈડેલ (Tony Fadell)ને ગૂગલ જ્વોઈન કરવા માટે મનાવ્યા હતા.  
				  																	
									  
	 
	ગૂગલ તરફથી મળ્યા 50 મિલિયન ડોલર 
	 
	mensxp.com મુજબ ટ્વિટરે 2011માં પિચાઈને જોબ ઓફર કરી હતી પણ ગૂગલે તેમને 50 મિલિયન ડોલર (લગભગ 305 કરોડ રૂપિયા)  આપીને રોકી લીધા. સુંદર પિચાઈ એક એવી વ્યક્તિ છે જેમણે ઓછા સમયમાં ખૂબ નામ કમાવ્યુ. ગયા વર્ષે તેમનુ પ્રમોશન થયુ અને તેમણે ગૂગલ એન્ડ્રોઈડના હેડ બનાવવામાં આવ્યા. તેનાથી તેમનો રોલ વધુ મહત્વપુર્ણ માનવામાં આવવા લાગ્યો. એંડ્રોઈડ ક્રોમ અને એપના સીનિયર વાઈસ પ્રેસિડેંટ બનેલ પિચાઈ ગૂગલના અનેક મહત્વપુર્ણ પ્રોડક્ટને ઈનોવેટ કર્યુ છે.  તેમને ગૂગલના બીજા વ્યક્તિ માનવામાં આવે છે.  
				  																	
									  
		કોણ છે સુંદર પિચાઈની પત્ની 
		 
		સુંદર પિચાઈની લવ સ્ટોરી વિશે વાત કરીએ તો તેની વાર્તા ખૂબ જ ફિલ્મી છે. તેની પત્નીનું નામ અંજલિ છે. બંને પહેલા મિત્ર બન્યા અને આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. સુંદર પિચાઇ અને તેની પત્ની અંજલીએ આઈઆઈટી ખડગપુરમાંથી અભ્યાસ કર્યો છે. પિચાઈએ અંતિમ વર્ષમાં અંજલિને પ્રપોઝ કર્યુ હતુ. જ્યારપછી બંનેના લગ્ન થયાં. ઉલ્લેખનીય છે કે બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી અંજલિનું પ્રારંભિક શિક્ષણ કોટામાં જ થયું હતું. આ પછી તેણે આઈઆઈટી, ખડગપુરથી સ્નાતકની ડિગ્રી પણ લીધી. સુંદર પિચાઇ અને અંજલી બે બાળકોના માતા-પિતા છે.