મંગળવાર, 8 એપ્રિલ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 ઑક્ટોબર 2018 (12:33 IST)

દેશમાં થઈ શકે છે દવાની સમસ્યા

ભારત દવાનો 60 ટકા જેટલો મોટો જથ્થો ચીનમાંથી આયાત કરે છે.  ચીને હવે તેની આયાત ધીરે ધીરે ઘટાડવી શરૂ કરી દીધી છે.  જેનાથી દેશમાં દવાઓની સમસ્યા થઈ શકે છે.  દેશના મેડિકલ સ્ટોર્સ પર વિટામિન સી ની દવાઓછોડીને હાલ અન્ય દવાઓની પણ કમી તો નથી પણ એવુ માનવામાં આવી રહ્યુ છે કે ટૂંક સમયમાં જ એંટીબાયોટિક, સ્ટેયરોડ અને અન્ય દવાઓ સ્ટોર પર મળવી મુશ્કેલ થઈ શકે છે.  દવાઓની સમસ્યા પાછળનુ કારણ છે કે ચીનની કંપનીઓ પોતાના સંયંત્રોને અપડેટ કરી રહી છે. કે પછી કેટલીક પર્યાવરણીય ચિંતાને કારણે બંધ કરવામાં આવી રહી છે. 
 
બીજી બાજુ બલ્ક દવાઓ બનાવનારી સામગ્રી ભારતમાં હાજર ન હોવાને કારણે તેમનુ વેચાણમાં પણ ઘટાડો આવ્યો છે. મેડિકલ ઉદ્યોગોના માહિતગારોનુ કહેવુ છે કે જો સ્થિતિમાં સુધાર નહી આવે તો દેશમાં દવાઓમાં કમી આવી શકે છે જે પરેશાનીનું કારણ બની શકે છે.  મેડિકલ ઉદ્યોગો સાથે સંબંધિત કેટલાક લોકોનુ કહેવુ છે કે બલ્ક દવાઓનો સ્ટોક પણ ખતમ થઈ રહ્યો છે અને તેનુ વેચાણ કદાચ જલ્દી જ  બંધ કરવો પડશે. 
 
ભારતીય દવા નિર્માતા કંપનીઓના સંગઠન આઈડીએમએના રાષ્ટ્રીય અધ્યક્ષ દીપનાથ રાય ચૌધરીએ કહ્યુ કે આ સંબંધી સરકારને માહિતી આપવામાં આવી છે કે આ રાષ્ટ્રીય સ્વસ્થ્ય સુરક્ષાનો સવાલ છે. આઈડીએએમએ સરકાર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે કે આ બલ્ક દવા નિર્માતાઓને ઉત્પાદ મિશ્રણમાં ફેરફારની અનુમતિ આપે.