રાહત - હવે ATM માંથી નીકળશે 2500 રૂપિયા, બેંક બદલી આપશે 4500 રૂપિયા... આજે બેંક બંધ

Last Modified સોમવાર, 14 નવેમ્બર 2016 (12:43 IST)
સરકારે રવિવારે એટીએમ અને બેંકોમાંથી રોકડ રકમ કાઢવાની સીમા વધારવાની જાહેરાત કરી. નાણાકીય મંત્રાલય મુજબ હવે એટીએમમાંથી લોકો 2000 રૂપિયાને બદલે 2500 રૂપિયા કાઢી શકશે. આ સાથે જ હવે બેંકોમાં મોટ બદલવાની સીમા 4000 રૂપિયાથી વધીને 4500 રૂપિયા કરવામાં આવી છે.

સરકારે બેંકોમાંથી એક સાથે રોકડ કાઢનારાઓને પણ થોડી આપી.
હવે લોકો પોતાના ખાતામાંથી એક અઠવાડિયામાં 20 હજાર રૂપિયાના સ્થાન પર 24 હજાર રૂપિયા કાઢી શકશો. એક દિવસમાં અધિકતમ 10
હજાર રૂપિયા ખાતામાંથી કાઢવાની સીમા પણ હટાવી દીધી છે.

બીજી બાજુ સરકારે પેશનરો માટે વાર્ષિક જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની અંતિમ તિથિથી નવેમ્બરથી વધારીને 15 જાન્યુઆરી કરી દેવામાં આવી છે.

વારંવાર રોકડ ન કાઢશો - આરબીઆઈ

ભારતીય રિઝર્વ બેંકે લોકોને અપીલ કરી છે કે બેંકોમાંથી વારેઘડીએ રોકડ ન કાઢશો. કેન્દ્રીય બેંક આ સાથે જ એકવાર ફરી લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે નાની નોટોની કોઈ કમી નથી. તેથી તે ઉતાવળ ન કરે. રિઝર્વ બેંકે એક એડવાઈઝરી રજુ કરી કહ્યુ, રિઝર્વ બેંક લોકોને આશ્વાસન આપે છે કે તેમની પાસે બીજા અન્ય બેંકો પાસે પણ પૂરતા પ્રમાણમાં નાના નોટ છે. તેમા કહેવામાં આવ્યુ છે. રિઝર્વ બેંક લોકોને અપીલ કરે છે કે ચિંતા ન કરશો. હા વારેઘડીએ બેંકોથી રોકડ નિકાસી કરી તેને જમા કરો.
જરૂર પડતા રોકડ મળી રહેશે.

સોમવારે બંધ રહેશે બેંક

આ દરમિયાન ગુરૂનાનક જયંતીને કારણે સોમવારે રહેશે. જેને ધ્યાનમાં રાખતા રવિવારે પણ સતત ચોથા દિવસે બેંક અને એટીએમ પર લોકોની ભારે ભીડ રહી. રવિવારે રજા હોવાને કારને લોકો વિવિધ પ્રતિષ્ઠાનોમાં કામ કરનારા કર્મચારી પણ બેંકની લાઈનમાં ઉભા રહેતા જોવા મળ્યા. લોકોનુ કહેવુ છે કે એટીએમ મશીનમાં 100-100ના નોટ નાખવામાં આવી રહ્યા છે જેને કારણે નોટ જલ્દી ખતમ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાના નોટોને 8 નવેમ્બરની મધ્યરાતથી આમાન્ય જાહેર કરવાના પ્રધાનમંત્રી મોદીના એલાન પછી ગુરૂવારે પહેલીવાર બેંક ખુલવાથી લઈને રવિવારે સતત ચોથા દિવસે બેંકો અને એટીએમ બૂથો બહાર લોકોની ભારે ભીડ જોવા મળી છે.

બેંકોમાંથી મળવા લાગ્યા છે 500ના નવા નોટ, ATMમાંથી મંગળવારથી નીકળશે

બેંકોમાંથી 500ના નવા નોટ મળવા લાગ્યા છે. એટીએમમાંથી 500ના નવા નોટ મંગળવારથી નીકળશે.


આ પણ વાંચો :