બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 20 જૂન 2020 (11:02 IST)

આરબીઆઇના પૂર્વ ગર્વનર ઉર્જિત પટેલની ફરી વાપસી, મળી આ નવી જવાબદારી

ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર ઉર્જિત પટેલને રાષ્ટ્રીય જાહેર નાણાં અને નીતિ સંસ્થા (એનઆઇપીએફસી)ના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. આર્થિક શોધ સંસ્થાને કહ્યું કે ઉર્જિત પટેલ 22 જૂનથી આ પદ સંભાળશે. તે વિજય કેલકરનું સ્થાન લેશે. કેલકરએ એક નવેમ્બર 2014ના રોજ સંસ્થાનું ચેરમેન પદ સંભાળ્યું હતું.  
 
એનઆઇપીએફએ નિવેદનમાં કહ્યું કે મને આ વાતની ખુશી છે કે રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ 22 જૂન 2020થી ચાર વર્ષ માટે સંસ્થાના ચેરપર્સન તરીકે અમારી સાથે જોડાશે. એનઆઇપીએફપીએ કેલકરના યોગદાન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. નિવેદનમાં કહ્યું હતું કે કેલકરએ સંસ્થાના હાલના સ્તરમાં વધારો દક્ષતા સુધી પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું છે. 
 
ઉર્જિત પટેલે 10 ડિસેમ્બર 2018ના રોજ અચાનક આરબીઆઇના ગર્વનર પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાનું રાજીનામું કેન્દ્રીય બેંકના બોર્ડની મહત્વપૂર્ણ બેઠક પહેલાં આપ્યું હતું. આ બેઠકમાં સરકાર સાથે મતભેદોને દૂર કરવા પર વાતચીત થવાની હતી. ઉર્જિત પટેલ વર્ષ 1990 બાદ રિઝર્વ બેંકના પહેલાં એવા ગર્વનર હતા જેમને પોતાના કાર્યકાળ પહેલાં કેંદ્રીય બેંકમાંથી વિદાય લીધી. પોતાના આ નિર્ણય માટે તેમણે અંગત કારણોનો હવાલો આપ્યો હતો. 
ઉર્જિત પટેલનો ત્રણ વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019માં પુરો થવાનો હતો. તે બીજા કાર્યકાળ માટે પણ પાત્ર હતા. મોટાભાગના ગર્વનરોને બીજો કાર્યકાળ રહ્યો છે. જોકે ઉર્જિત પટેલના પૂર્વવર્તી રઘુરામ રાજનને બીજો કાર્યકાળ મળ્યો ન હતો. શરૂઆતમાં ઉર્જિત પટેલને મિંટ સ્ટ્રીટ પર સરકાર વ્યક્તિ ગણવામાં આવતા હતા. પરંતુ બે વર્ષથી ઓછા સમયમાં તેમણે પોતાની છબિ તોડી દીધી અને કેન્દ્રીય બેંક સ્વાયત્તા અને સ્વતંત્રતા પર પોતાનો અવાજ ઉઠાવવા લાગ્યા. 
 
ઉર્જિત પટેલ નેરોબીના એક બિઝનેસમેન પરિવાર સાથે નાતો ધરાવે છે. તેમને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. વર્ષ 2013 સુધી તે કેન્યાના નાગરિક હતા. તેમણે જાન્યુઆરી 2013માં રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનર બનાવવામાં આવ્યા. તે પહેલાં તેમણે ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી હતી.