શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 12 નવેમ્બર 2016 (15:48 IST)

Live - નાણાકીય મંત્રી જેટલી બોલ્યા, ATM માંથી હાલ 100 રૂપિયાના નોટ જ નીકળશે

500 અને 1000 રૂપિયાના નોટ પર પ્રતિબંધ પછી થઈ રહેલી પરેશાની વચ્ચે કેન્દ્રીય નાણાકીય મંત્રી અરુણ જેટલી પ્રેસ કોંફ્રેસ કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા એકાએક કરવામાં આવેલ નિર્ણયનો કોંગ્રેસ, આપ અને ટીએમસી સહિત અનેક દળોએ વિરોધ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ, '500 અને 1000 રૂના નોટ પર કેન્દ્ર સરકાર પોતાનો નિર્ણય પરત લે.'
 
લાઈવ અપડેટ્સ 
હાલ ATMમાંથી 100 રૂના નોટ જ નીકળશે - જેટલી 
ગોપનીયતા બનાવી રાખવા માટે ATM અપડેટ નથી કરવામાં આવ્યુ - જેટલી 
દેશની રાજનીતિને સાફ કરવાથી કેટલાક લોકોને મુશ્કેલી થઈ રહી છે - અરુણ જેટલી 
જો અમે એડવાંસમાં તાબડતોબ વ્યવસ્થા કરવા લાગતા તો ગોપનીયતા રહી શકતી નહોતી - અરુણ જેટલી 
રાજ્યો પાસે પર્યાપ્ત માત્રામાં મીઠુ છે - અરુણ જેટલી 
કેટલાક લોકોએ મીઠાની ઉણપની અફવા ફેલાવી - અરુણ જેટલી 
નોટબંદી પર બિનજવાબદાર છે કોંગ્રેસની સલાહ - અરુણ જેટલી 
અત્યાર સુધી 2 લાખ કરોડ રૂપિયાથી વધુ જમા થયા - નાણાકીય મંત્રી અરુણ જેટલી 
અત્યાર સુધી ફક્ત સ્ટેટ બેંકે જ 58 લાખ લોકોના મની એક્સચેંજ કર્યા છે - જેટલી 
આ ખૂબ મોટુ ઓપરેશન છે - જેટલી 
લોકો સંયમ સાથે સહયોગ કરી રહ્યા છે - જેટલી 
બેંક કર્મચારી રજા વગર સવારથી સાંજ સુધી કામ કરી રહ્યા છે - જેટલી 
સરકારને જાણ હતી કે નોટ બદલવા માટે લોકો બેંકોમાં મોટી સંખ્યામાં પહોંચશે - જેટલી 
અરુણ જેટલીએ કહ્યુ, 'નોટોની ઉણપ પર સરકારની નજર.