Widgets Magazine
Widgets Magazine

નીતા અંબાણીએ ગુજરાત પૂર પીડિતોને કહ્યુ, અમે તમારા માટે અહી છીએ..

ગુરુવાર, 10 ઑગસ્ટ 2017 (13:03 IST)

Widgets Magazine
neeta ambani

સતત પૂર પ્રભાવિત વિસ્તારોમાં 24 કલાક કામ કરી રહ્યુ છે. તેમની ટીમ લોકોને રાહત સામગ્રી, ખાવાના પેકેટ પીવાનુ પાણી, ધાબળા, રસોઈનો સામાન, કપડા, પશુઓ માટે ચારો પુરો પાડી રહી છે. આ પહેલા પણ આરએફ 2013ની ઉત્તરાખંડ પૂર 2014 નુ કાશ્મીર પૂર 2015નુ ચેન્નઈ પૂર અને નેપાળના ભૂકંપ દરમિયાન મદદ કરી ચુકી છે.. અહી વાંચો પૂરી જાહેરાત.. 
 
રિલાયંસ ફાઉંડેશશે બનાસકાંઠા જીલ્લાના ચાર સૌથી વધુ પ્રભાવિત ગામને દત્તક લીધા અને તેમના પુન:નિર્માણ માટે 10 કરોડ રૂપિયાના રોકાણનુ વચન આપ્યુ.. 
neet ambani
બનાસકાંઠા. રિલાયંસ ફાઉંડેશન (આરએફ) ની સંસ્થાપક અને અધ્યક્ષ શ્રીમતી નીતા અંબાણીએ આજે ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ જીલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી. સાથે જ આરએફ દ્વારા જીલ્લાના ચાર સૌથી વધુ પ્રભાવિત ગામને દત્તક લેવાની જાહેરાત કરી. 
 
ફાઉંડેશને ચાર ખૂબ જ પ્રભાવિત ગામને દત્તક લેવા અને તેમને તત્કાલ રાહત આપવવાઅ ઉપરાંત પુનર્વાસ માટે જરૂરી મદદ કરવા માટે ગુજરાત સરકાર સાથે વાતચીતને પ્રક્રિયા શરૂ કરી દીધી છે. તેના નવા ઘર શાળા, સ્વાસ્થ્ય સુવિદ્યાઓ, સામુદાયિક ભવનો અએન અન્ય સામાજીક બુનિયાદી માળખાનુ નિર્માણનો સમાવેશ રહેશે.. શ્રીમતી નીતા અંબાનીએ કહ્યુ આ ગામના પુનર્નિર્માણ માટે અમે 10 કરોડ રૂપિયા ખર્ચ કરીશુ.. 
 
પ્રાકૃતિક વિપદાઓથી પ્રભાવિત લોકોને રાહત સહાયતા પુરી પાડવમાં રિલાયંસ ફાઉંડેશન હંમેશા આગળ રહ્યુ છે. પછી વાત ભલે 2001માં અંજારની હોય કે 2013માં ઉત્તરાખંડ કે 2014માં કાશ્મીરમાં આવેલ પૂર કે 2015માં ચેન્નઈનુ પૂર કે 2015માં નેપાળમાં આવેલ ભૂકંપ હોય કે પછી વર્તમાનમાં બનાસકાંઠાની વાત હોય.. શ્રીમતી નીતા અંબાણીએ હંમેશા આરએફ દ્વારા ચલાવેલ રાહત કાર્યોનુ વ્યક્તિગત રૂપે નેતૃત્વ કર્યુ છે. 
 
આ જળપ્રલયમાં પોતાનુ ઘર પરિવાર ગુમાવનારા પીડિતોની પ્રાથમિક અને તત્કાલિક જરૂરિયાતોનુ અવલોકન કરવા અને ફાઉંડેશન દ્વારા ચલાવવામાં આવી રહેલ બચાવ અને રાહત કાર્યો પર નજર રાખવા માટે આજે તેમને સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોનુ નિરીક્ષણ કર્યુ. 
neet ambani
રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડના સ્વયંસેવકોની સાથે આરએફ રાહત કાર્યકર્તાઓની અનેક ટીમ સતત ચોવીસ કલાક કામ કરી રહી છે. અને પૂર પ્રભાવિત લોકો માટે રાહત સામગ્રીઓ, ભોજનના પેકેટ, પીવાનુ પાણી, ધાબળા, રસોઈનો સામાન, કપડા અને પશુઓના ચારાનુ સતત વિતરણ કરવામાં આવી રહ્યુ છે.. તમારા સ્વભાવ મુજબ શ્રીમતી અંબાની પણ ત્યા હાજર હતા અને તેમને રાહત કાર્યની પોતે જ આગેવાની કરી.. આરએફ દ્વારા 15થી વધુ સંગઠનો સાથે મળીને રાહત સામગ્રીઓને પહોંચાડવા અને વિતરીત કરવાનુ કાર્ય કરવામાં આવી રહ્યુ છે. દૂરદૂરના વિસ્તારોમાં ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે ટોલ ફ્રી હેલ્પલાઈ નંબરનો પણ લાભ ઉઠાવવામાં આવી રહ્યોછે. અસહાય પીડિતોની વચ્ચે સ્વચ્છતા સંબંધી સાવધાની, પશુઓની દેખરેખ અને મળતી સરકારી સુવિદ્યાઓ વિશે જાગૃતતાનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 
 
પૂર પીડિતોને સમય પર રાહતનો વિશ્વાસ અપાવતા શ્રીમતી નીતા અંબાણીએ કહ્યુ, રિલાયંસ ફાઉંડેશન તમારા જીવનને પુનસ્થાપિત કરવાની સાથે સાથે તમારે માટે વસ્તુઓને સારી બનાવવાના દિશામાં અથાક પ્રયાસ કરશે. મહેરબાની કરીને તમે આશા ગુમાવશો નહી.. વિશ્વાસ રાખો અને આપણે બધા સાથે મળીને સ્થિતિને પહેલાની જેમ સારી બનાવીશુ.. 
 
પૂરને કારણે સેંકડો લોકોને જીવન ગુમાવવુ પડ્યુ. હજારો લોકો બેઘર થઈ ગયા અને અજીવિકાના સાધન નષ્ટ થઈ ગયા. સાથે જ તેનાથી ગુજરાતમાં મોટા પાયા પર સંપત્તિનુ નુકશાન પણ થયુ છે.  સૌથી વધુ પ્રભાવિત જીલ્લામાંથી એક બનાસકાંઠાને ગુજરાત રાજ્ય વિપદા પ્રબંધન અધિનિયમ 2003 હેઠળ વિપદા પ્રભાવિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યુ છે. 
 
પૂરની શરૂઆતથી જ શ્રીમતી  અંબાણીના નેતૃત્વમાં આરએફ પ્રભાવિત લોકોને મદદ પુરી પાડૅવા માટે અથાગ પ્રયાસ કરી રહ્યુ છે. પીડિતોને સમય પર રાહત આપવા માટે ફાઉંડેશન  સરકારના અધિકારીઓ અને અન્ય સંગઠનો સાથે મળીને કામ કરી રહ્યુ છે. 
 
 
રિલાયંશ ફાઉંડેશન વિશે  
 
રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડના  પરોપકારી અંગ રિલાયંસ ફાઉંડેશનનો ઉદ્દેશ્ય છે અભિનવકારી અને સ્થાયી સમાધાનોના માધ્યાથી રાષ્ટ્રના વિકાસમાં આવતા પડકારોનો સામનો કરવા માટે ઉત્પ્રેરક ભૂમિકા ભજવવીએ. સંસ્થાપક અને અધ્યક્ષ શ્રીમતી નીતા એમ અંબાનીની આગેવાનીમાં રિલાયંસ ફાઉંડેશન સૌ માટે સુખ શાંતિ અને ઉચ્ચ સ્તરીય જીવન ચોક્કસ કરવા માટે પરિવર્તનકારી ફેરફારોને સુવિદ્યાજનક બનાવવા માટે અથાક પ્રયાસ કરી રહ્યુ છે. ભારતના સૌથી મોટા સામાજીક પ્રયાસોમાં આ ફાઉંડેશન ગ્રામીણ રૂપાંતરણ, શિક્ષા સ્વાસ્થ્ય, વિકાસ માટે ખેલ-કૂદ, વિપદા પ્રતિક્રિયા, શહેરી પુનરાવર્તન અને કલા સંસ્કૃતિ તેમજ વારસાગત ક્ષેત્રમાં રાષ્ટ્રના વિકાસના પડકારોને સંબોધિત કરવા પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરવા પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.  આ ફાઉંડેશને આખા ભારતના 12500 ગામ અને અનેક શહેરી સ્થાનો પર 12 મિલિયનથી વધુ લોક્ના જીવનને પ્રભાવિત કર્યુ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

JOB... નોકરી - AIIMSમાં 10મુ પાસ માટે વેકેંસી.. 40 હજાર સેલેરી

ઓલ ઈંડિયા ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયંસેજ(AIIMS) ઋષિકેશમાં 10મુ પાસ માટે અનેક પદો પર અરજી ...

news

Nifty એ તોડ્યો રેકોર્ડ.. પહેલીવાર ખુલ્યો 10 હજારને પાર

નિફ્ટીએ પહેલીવાર રેકોર્ડ 10000ના સ્તરને પાર કરી લીધુ છે. નિફ્ટીએ 10011.30 નો નવો રેકોર્ડ ...

news

Good News - હવે પાસપોર્ટ માટે બર્થ સર્ટિફિકેટની જરૂર નહી..

પાસપોર્ટ બનાવવા માટે પરેશાન થઈ રહેલા લોકો માટે ખુશખબર છે. સરકારે પાસપોર્ટ પ્રક્રિયા પહેલા ...

news

Jioનો ફ્રી ફોન... જાણો તેના ગજબના ફીચર્સ

રિલાયંસ ઈંડસ્ટ્રીઝ દ્વારા મફતમાં મળનારા ફોનમાં ફીચર્સ ખૂબ આકર્ષક છે. સૌથી ખાસ વાત તો એ છે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine