સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 9 જુલાઈ 2021 (15:31 IST)

WhatsApp એ દિલ્હી હાઈકોર્ટને કહ્યુ - કંપનીએ પોતાની ઈચ્છાથી પ્રાઈવેસી પોલીસી પર લગાવી રોક

વ્હોટ્સએપે દિલ્હી હાઈકોર્ટને કહ્યુ છે કે કંપનીએ પોતાની ઈચ્છાથી પ્રાઈવેસી પોલીસી પર રોક લગાવી છે. વ્હાટ્સએપે એ પણ કહ્યુ કે કંપની ત્યા સુધી ગ્રાહકોને નવી પ્રાઈવેસી પોલીસી પસંદ કરવા મજબૂર નહી કરે જ્યા સુધી કે ડેટા પ્રોટેક્શન બિલ લાગૂ નથી થઈ જતુ. પ્રાઈવેસી પોલીસી ન માનનારા ગ્રાહકો પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નહી લગાવાય 
 
વ્હાટ્સએપ તરફથી વરિષ્ઠ અધિવક્તા હરીશ સાલ્વેએ કહ્યુ, અમે પોતે જ આ પોલીસી પર રોક લગાવવા તૈયાર થઈ ગયા છે. અમે લોકોને આને સ્વીકારવા માટ ફોર્સ નહી કરીએ. સાલ્વેએ કહ્યુ કે આમ છતા વ્હાટ્સએપ પોતાના ગ્રાહકો માટે અપડેટનો વિકલ્પ દર્શાવવો ચાલુ રખાશે. 
 
 
દિલ્હી હાઈકોર્ટમાં વોટ્સએપ અને તેની પેરેંટ કંપની ફેસબુકની અરજી પર સુનાવણી ચાલી રહી હતી, જેણે નવી ગોપનીયતા નીતિ વિરુદ્ધ CCIની તપાસમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 23 જૂને, દિલ્હી હાઈકોર્ટે વ્હોટ્સએપની નવી ગોપનીયતા નીતિની તપાસના સંદર્ભમાં ફેસબુક અને મેસેજિંગ એપ પરથી કેટલીક માહિતી માંગતી સીસીઆઈની નોટિસ પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો હતો.