મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 19 ઑગસ્ટ 2019 (15:32 IST)

બદલાય ગયુ WhatsAppનુ નામ, ટૂંક સમયમાં જ ફોનમાં આવુ દેખાશે

વોટ્સએપ (WhatsApp)એ પોતાના લેટેસ્ટ બીટામાં નવુ અપડેટટ્સ રજુ કરવામાં આવ્યુ છે.  કંપનીએ પોતાના એપમાં 'WhatsApp from Facebook'ટૈગને જોડી દીધુ છે.  આ લેટેસ્ટ બીટા એડિશન એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આવી જશે.  પણ કેટલાક બીટા યુઝર્સને પોતાની એપમાં નવુ નામ દેખાય રહ્યુ છે.   યુઝર્સે WABetaInfo પર ફોટો શેયર કર્યો છે. જેમા બતાવ્યુ છે કે વોટ્સએપમાં ‘WhatsApp from Facebook’ ટૈગ કરી દેવામાં આવ્યુ છે. 
 
ફેસબુકે વોટ્સએપને અનેક વર્ષ પહેલા ખરીદ્યુ હતુ. પણ આ પ્લેટફોર્મ પર ફેસબુકનો કોઈ ઉલ્લેખ નહોતો. જો કે હવે કંપનીનુ નામ જોડાવવાથી યુઝર્સને જાણ થશે કે વોટ્સએપ ફેસબુકનો ભાગ છે. 
 
ફેસબુક કંપની આ રિબ્રાડિંગના સમાચાર સૌથી પહેલા The Information ન્યુઝ પોર્ટલ પર છપાઈ હતી. પછી તેની ચોખવટ ફેસબુકે પોતે કરી. ફેસબુકે કંફર્મ કર્યુ કે તે WhatsApp અને ઈસ્ટાગ્રામનુ નામ બદલવા જહી રહ્યુ છે. 
 
 
આ ઉપરાંત ફેસબુક ઈંસ્ટાગ્રામ પર પણ પોતાની બ્રૈડિંગ કરવા માટે તૈયાર છે. ઈસ્ટાગ્રામ પર કેટલાક યુઝર્સને સેટિંગ પેજની નીચેની બાજુ ‘Instagram from Facebook’દેખાય રહ્યુ છે.  જે હાલ iOS યુઝર્સ માટે છે. પણ જલ્દી આ બધા યુઝર્સ માટે રોલઆઉટ થઈ જશે.