1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 2 એપ્રિલ 2019 (15:25 IST)

Whatsapp એ Fake News રોકવા માટે રજુ કર્યો મોબાઈલ નંબર, યૂઝર ચેકપોઈંટ ટિપલાઈન મદદથી તપાસશે પ્રમાણિકતા

દેશમાં લોકસભા ચૂંટણી પહેલા ફેક ન્યુઝ રોકવા માટે વ્હાટ્સએપે મંગળવારે ચેકપોઈંટ ટિપલાઈનને રજુ કરી છે. જેના માધ્યમથી લોકો તેમને મળનારી માહિતીની પ્રમાણિકતા તપાસી શકે છે. 
 
વ્હાટ્સએપ પર માલિકાના હક રાખનારી કંપની ફેસબુકે એક નિવેદનમાં કહ્યુ કે આ સેવાને ભારતે એક મીડિયા કૌશલ સ્ટાર્ટઅપ પ્રોટોએ રજુ કરી છે. આ ટિપલાઈન ખોટી માહિતી અને અફવાઓનો ડેટાબેસ તૈયાર કરવામાં મદદ કરશે.  જેનાથી ચૂંટણી દરમિયાન ચેકપોઈંટ માટે આ માહિતીનો અભ્યાસ કરવામાં આવશે. 
 
ચેકપોઈંટને એક શોધ પરિયોજનાના રૂપમાં ચાલુ કરવામાં આવશે. જેમા વ્હાટ્સએપની તરફથી તકનીકી સહયોગ આપવામાં આવી રહ્યો છે.  
 
કંપનીએ કહ્યુ કે દેશમાં લોકો તેમને મળનારી ખોટી માહિતી કે અફવાહોને વ્હાટ્સએપના +91-9643-000-888 નંબર પર ચેકપોઈંટ ટિપલાઈનને મોકલી શકે છે. એકવાર જ્યારે કોઈ યૂઝર ટિપલાઈનને આ સૂચના મોકલશે ત્યારે પ્રોટો પોતાના પ્રમાણન કેન્દ્ર પર માહિતીના સાચા કે ખોટા હોવાની પુષ્ટિ કરી યૂઝરને સૂચિત કરી દેશે.  આ પુષ્ટિથી યૂઝરને જાણ થશે કે તેને મળેલ સંદેશ સાચો, ખોટો, ભ્રામક કે વિવાદિતમાંથી શુ છે. 
 
પ્રોટો પ્રમાણન કેન્દ્ર તસ્વીર, વીડિયો અને લેખિત સંદેશની પુષ્ટિ કરવામાં સક્ષમ છે. આ અંગ્રેજી સાથે હિન્દી, તેલુગુ, બાંગ્લા અને મલયાલમ ભાષાના સંદેશોની પુષ્ટિ કરી શકે છે.