મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 13 જૂન 2019 (10:48 IST)

હવે ડ્રોન દ્વારા ઓર્ડર પહોંચાડશે Zomato, ફક્ત 10 મિનિટમાં નક્કી થશે 5 કિમીનું અંતર

ખાદ્ય પદાર્થોની ડિલીવરી કરનારી દિગ્ગજ કંપની જોમેટોએ ડ્રોન દ્વારા ખાવાની આપૂર્તિ કરવા સફળ પરીક્ષણ કર્યુ છે.  આ દરમિયાન ડ્રોનના અધિકતમ 80 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ હાસિલ કરી. 
 
કંપનીએ દેશમાં ડ્રોનથી ખાવાની ડિલીવરી કરવાની દિશામાં કદમ વધારતા ગયા વર્ષે ડિસેમ્બરમાં લખનૌની સ્ટાર્ટઅપ કંપની ટેક ઈગલ ઈનોવેશનનુ અધિગ્રહણ કરવાની જાહેરાત કરી હતી.  જોમેટોએ બુધવારે પોતાના નિવેદનમાં કહ્યુ કે એક હાઈબ્રેડ ડ્રોનનો ઉપયોગ કરીને આ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ પાંચ કિલોમીટરનુ અંદર લગભગ 10 મિનિટમાં નક્કી કરવામાં સક્ષમ છે. 
 
જોમેટોના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારે (સીઈઓ)દીપેન્દ્ર ગોયલે કહ્યુ, ખાવાની આપૂર્તિના સમયને 30.5 મિનિટથી ઘટાડીને 15 મિનિટ કરવાનો ફક્ત એક જ રસ્તો હવાઈ માર્ગ છે. રસ્તાના માધ્યમથી ઝડપી આપૂર્તિ કરવી શક્ય નથી.   અમે સતત અને સુરક્ષિત વિતરણ પ્રોદ્યોગિકીના નિર્માણની દિશામાં કામ કરી રહ્યા છીએ.