1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 25 જુલાઈ 2014 (10:25 IST)

દેશમાં ૩.૪૩ લાખ લોકો રુપિયામાં આળોટે છે

દેશમાં શ્રીમંતોની સંખ્‍યામાં અપ્રતિશત વધારો થયો છે. છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષમાં અલ્‍ટ્રા હાઈ નેટવર્થ ઈન્‍ડિવિજયુએલ (એચએનઆઈ)એટલે કે અત્‍યંત ધનવાન માણસોની સંખ્‍યા વધી છે. આ ત્રણ નાણાકીય વર્ષના ગાળામાં આ પ્રકારના શ્રીમંતોની સંખ્‍યા ૧.૧૭ લાખની હતી તે વધીને ૩.૪૩ લાખ પર પહોંચી છે. એટલે કે તેમાં ૧૬ ટકાનો વધારો નોંધાયો છે, તેમ એક રિપોર્ટમાં જણાવાયું છે.

   રિપોર્ટ પ્રમાણે રૂ. ૨૫ કરોડની રોકાણક્ષમ સરપ્‍લસ જેની પાસે હોય તેને આ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્‍યા છે. તે ઉપરાંત, અત્‍યંત ધનાઢ્‍ય લોકો કે જેમાં પ્રોફેશનલોને સામેલ કરવામાં આવ્‍યા છે અને જેમની વાર્ષિક આવક રૂ.૩ કરોડ છે તેમની સંખ્‍યા પણ વધી છે. તેમનું પ્રમાણ ૨૧ ટકા વધ્‍યું છે. આ લોકોની આવક વધીને રૂ.૧૦૪ કરોડ થઈ છે જે આગામી ત્રણ વર્ષમાં વધીને રૂ.૪૦૮ કરોડ થાય તેમ કોટક ગ્રુપ અને અર્નેસ્‍ટ એન્‍ડ યંગના અહેવાલમાં જણાવ્‍યું છે.

   દેશમાં સંપત્તિનું સર્જન કરનારાઓની સંખ્‍યામાં નોંધનીય વધારો થયો છે અને તેઓ આગામી વર્ષોમાં વધુ સંપત્તિનું સર્જન કરશે. દેશમાં આત્‍યંતિક મૂડીવાદ વધી રહ્યો છે તેવી ટીકાઓ અને સવાલો વચ્‍ચે આ રિપોર્ટમાં જોકે, આ લોકોએ કેવી રીતે વેલ્‍થ ક્રિએશન કર્યું તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.