રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Modified: ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (16:56 IST)

ધરતીકંપ- એક કુદરતી આફત/ ભૂકંપની સંહારલીલા/ ભૂકંપ-કુદરતસર્જિત આપત્તિ

આપત્તિ મુખ્યત્વે બે પ્રકારની હોય છે. કુદરસર્જિત અને માનવસર્જિત. ભૂકંપ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, વાવાઝોડું વગેરે કુદરસર્જિત આપત્તિઓ છે. જ્યારે યુદ્ધ,રમખાણ, પ્રદૂષણ, વાહન-અકસ્માત વગેરે માનવસર્જિત આપત્તિઓ છે. 
 
1993ના સપ્ટેમ્બરની ત્રાસમી તારીખે મહારાષ્ટ્રના મરાઠાવાડ વિસ્તારના લાતુર તથા ઓસ્માનાબાદ જિલ્લાઓના કિલ્લોરી અને તેની આજુબાજુના ગામોમાં થયેલા ભીષણ ભૂકંપને કારણે 50,000 ઉપરાંત માણસોની જાનહાનિ થઈ અને પશુ-પાક મકાન વગેરે જે પારાવાર ખુવારી થઈ
 
બીજું ગુજરાતના કચ્છમાં 2001માં  ધરતીકંપ 26 જાન્યુઆરી, 2001ના રોજ ભારતના 52માં પ્રજાસત્તાક દિવસે સવારે 8.46 સ્કેલએ આવ્યો હતો અને 2 મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો. આ ધરતીકંપનું કેન્દ્ર ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી 9 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમે આ ધરતીકંપ 7.7 માપનો હતો. ધરતીકંપને કારણે આશરે 20,000 લોકો મૃત્યુ પામ્યા હતા (જેમાનાં18 દક્ષિણ પૂર્વ પાકિસ્તાનના હતા), 1,67,000 લોકો ઇજા પામ્યા હતા અને આશરે4,00,000 ઘરો વિનાશ પામ્યા હતા
 
 તે પરથી આપણા મનમાં આ ભૂકંપ શું છે?  એ કેમ થાય છે? એ જાણાવની ઈતેજ આરી વધી જાય એ સ્વભાવિક છે. આ સંદર્ભમાં સર્વપ્રથમ તો આટ્લું સમજી લઈએ કે- 
 
પૃથ્વીની ઉપલી સપાટી 80 કિમી ઉંડા પોપડાવાળા પથ્થરોની બનેલી છે અને આ પથ્થરોની હિલચાલના કારણે જ ભૂકંપ થતા હોય છે. ભૂકંપ મુખ્યત્વે ત્રણ ક્ષેત્રોમાં થાય છે. 1. જ્યાં સમુદ્રની સપાટી ધરતીમાં ઘૂસી ગઈ હોય. દા.ત. અલાસ્કાનો સાગરકિનારો અને મધ્ય તથા દક્ષિણ અમેરિકા, જાપાન, ઈંડોનેશિયા અને જ્યાં મહાદ્વીપ એકબીજા તરફ ખસી રહ્યા હોય દા.ત. ઉત્તર દિશામાં ઉન્મુખ ભારતના દબાણથી ચીન, આરબ દેશોના દબાણથી ઈરાન અને આફ્રિકાના દબાણથી બાલ્કન તેમજ પૂર્વમધ્ય રેખાઆ ક્ષેત્રો ધીમેધીમે ખસી રહ્યા છે ત્યાં આવા ભૂકંપો જાન-માલ મિલકતની ભારે ખુવારી સર્જે છે. 
 
આટલા પરથી તમને એટલો ખ્યાલ તો આવે જ ગયો હશે કે ભૂકંપ એક કુદરતસર્જિત આપત્તિ ચે અને આ વિશ્વ ખંડો પૈકી અમુક ચોક્કસ પ્રકારની ભૂરચના વાળાક્ષેત્રોમાં સદીઓથી આવા ભૂકંપો થયા જ કરે છે. આમાંના 95% જેટલા ભૂકંપ-આંચકાઓ એટલા નબળા હોય છે કે અત્યંત સંવેદનશીલ- ભૂકંપમાપક યંત્ર દ્વારા પણ તેનો ખ્યાલ આવતો નથી. જોકે આ સંદર્ભમાં એટલું નોંધવા જેવું ખરું કે દર વર્ષે દુનિયાના જુદા-જુદા ભાગોમાં સરેરાશ પંદર જેટલા ભૂકંપ-આચંકા એટલા ભયાનક હોય છે કે, જાનમાલની ખુવારીના આંકડા માનવજાતને હચમચાવી દે છે! 
 
માણસે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે વિક્રમ સિદ્ધિઓ હાંસલ કરી છે તેના પ્રતાપે એવા યંત્રો જરૂર શોધાયા છેજે ભૂકંપ અંગે આગાહી કરી શકે છે. પરંતુ આ આગાહી અને થનાર ભૂકંપ વચ્ચેની સમયમર્યાદા એવી અલ્પ હોય છે કે તાત્કાલિક એની સામે સંરક્ષણના કોઈ ઉપાયો અજમાવી શકાતા નથી. વળી વૈજ્ઞાનિકો દ્વારા થતી આવી આગાહીઓએને ઘણી વાર તો સરકાર અને પ્રજા ગંભીરતાથી લેતી નથી. તેને કારણે જે થવાનું હોય તે થઈને જ રહે છે. 
 
એક બાબતની છેલ્લે નોંધ લેવી ઘટે છે જ્યારે ભૂકંપ જેવી કુદરતી આફત જગતના કોઈ પણ ખૂણે ઉતતી આવે છે. ત્યારે સમગ્ર વિશ્વની માનવજાત જાણે એક થઈ ગઈ હોય તેમ સહાય અર્થે દોડી આવે છે. ભૂકંપગ્રસ્ત લોકોના પુનર્વાસ માટે એમને આર્થિક રીતે પુન: પગભર કરવા માટે અમે એમણે ગુમાવેલ માલ-મિલકતની ખોટ પૂરવા માટે દેશ અને દુનિયાના ખૂણેખૂણેથી રાહતનો વરસદ વરસે છે. એ જોઈને આટ્લો સંતોષ અભૂક થાય છે કે -હજી માનવતા મરી પરવારી નથી!