શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. નવી ફિલ્મો
Written By
Last Updated : બુધવાર, 22 ડિસેમ્બર 2021 (15:06 IST)

અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યુટ્યૂબ ચેનલ પર 24 અને 25 ડિસેમ્બરે ઓનલાઇન યોજાશે

અમદાવાદ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ (AICFF) ની આ વર્ષે અમદાવાદમાં ત્રીજી આવૃત્તિ યોજાઈ રહી છે, હાલની વૈશ્વિક મહામારીના કારણે ફેસ્ટિવલ અમારી યુટ્યૂબ ચેનલ પર 24 અને 25 ડિસેમ્બરે ઓનલાઇન યોજવામાં આવશે. AICFF એ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં વિશ્વભરનું બાળકોને લગતું કન્ટેન્ટ એકસાથે જોવા મળે છે. વર્ષ 2019 અને 2020 માં અમે 25 દેશોમાંથી 300 થી પણ વધારે ફિલ્મોની એન્ટ્રી મેળવી હતી. આ વર્ષે અમે ભારત સહીત 33 દેશોમાંથી 109 એન્ટ્રી મેળવી છે, જેમાંથી 49 ફિલ્મોને અમારા ફેસ્ટિવલ ડિરેક્ટર અને જ્યુરીના સભ્યો દ્વારા સિલેક્ટ કરવામાં આવી છે.
 
આ વર્ષની કૅટેગરીઝ:
 
ફીચર ફિલ્મ :
(41 મિનીટ અથવા તેનાથી વધારે),
શોર્ટ ફિલ્મ : (40 મિનીટ અથવા તેનાથી ઓછી),
ડોક્યુમેન્ટરી ફિલ્મ : (5 થી 40 મિનીટ)
સ્ટુડન્ટ ફિલ્મ : (5 થી 40 મિનીટ)
એવોર્ડ્સ માટેની કૅટેગરીઝ:
 
બેસ્ટ ડિરેક્ટર ફીચર ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર શોર્ટ ફિલ્મ, બેસ્ટ શોર્ટ ફિલ્મ, બેસ્ટ સ્ટુડન્ટ ફિલ્મ, બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ, બેસ્ટ ચાઈલ્ડ એકટર ફીચર ફિલ્મ, બેસ્ટ એકટર ફીચર ફિલ્મ , બેસ્ટ સ્ટોરી ફીચર ફિલ્મ , બ્રોન્ઝ કાઇટ એવોર્ડ, સિલ્વર કાઇટ એવોર્ડ, ગોલ્ડન કાઇટ એવૉર્ડ.
 
આ વર્ષે અમારા ફેસ્ટિવલ એડ્વાઇઝર ઉમા દ કુન્હા છે જેણે ફેસ્ટિવલ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું, "ફિલ્મો જ એક માત્ર એવું માધ્યમ છે જે સૌથી સરળતાની બાળકોના મગજ સુધી પહોંચે છે. તેઓ જે જોવે છે એવા પ્રકારની પ્રતિક્રિયા આપે છે અને પોતાની રીતે તેને અનુસરે છે. જો ફિલ્મોને કમ્યુનિકેશનના માધ્યમ તરીકે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે તો એ દરેક વયજૂથના લોકો માટે એક કિંમતી શીખવાનું પ્લેટફોર્મ બની શકે છે અને ખાસ કરીને યુવાનો માટે જેઓના મગજ ફ્રેશ અને નવી વસ્તુઓ શીખવા ઉત્સુક હોય છે. " આ વર્ષે અમારા ફેસ્ટિવલ ડિરેક્ટર મનીષ સૈની છે તથા જ્યૂરી મેમ્બર આરતી પટેલ અને ગિરીશ મક્વાણા છે.
મનીષ સૈની (ફેસ્ટિવલ ડિરેક્ટર) - ગુજરાતી ફિલ્મ 'ઢ" માટે નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા છે. તેઓ જણાવે છે, "અમે જે રીતે સંખ્યાબંધ એન્ટ્રીઓ મળી છે અને તે પણ વિવિધ વિષયો પર જેનાથી અમે ખૂબ જ પ્રોત્સાહિત છીએ. આ દર્શાવે છે કે બાળકોના સિનેમા માટેનું ભવિષ્ય ચોક્કસ રીતે ઉજ્જવળ છે."
 
આરતી પટેલ - એક્ટર, લેખક, રેડિયો જૉકી, નિર્માત્રી જેઓ ગુજરાતી સિનેમા અને ટેલિવિઝનમાં કામ કરે છે. તેઓએ કહ્યું," મને આનંદ છે કે હું આ ફેસ્ટિવલનો ભાગ છું અને જ્યુરી તરીકે મેં આખી પ્રકિયાને ખુબ માણી અને આશ્ચર્ય થયું કે બાળકો આપણને કેટલું બધું શીખવે છે. જ્યુરી તરીકે અમે ફિલ્મોને જજ કરતા નથી પરંતુ તેમના કામની પ્રશંસા કરીએ છીએ. અમે ખુશ છીએ કે હાલની મહામારીના હોવા છતાં પણ અમારો ફેસ્ટિવલ ઓનલાઈન થવા જઈ રહ્યો છે. મને ખાતરી છે કે આગામી સિઝન અમે તેને ઑફલાઇન ઇવેન્ટ બનાવીશું."
ગિરીશ મકવાણા - ઓસ્ટ્રેલિયાના જાણીતા ફિલ્મ નિર્દેશક, લેખક, સંગીતકાર અને નિર્માતા છે. જેઓએ કહ્યું, "આપણા બાળકો આપણું ભવિષ્ય છે. બાળકોના સિનેમાને પ્રોત્સાહિત કરવા તેમને પોતાની વાત રજુ કરવા માટે ખુલ્લું આકાશ આપવા સમાન છે."
ચેતન ચૌહાણ - તેઓ ફિલ્મ પબ્લિસિસ્ટ છે અને આ ફેસ્ટિવલના ફાઉન્ડર તરીકે તેઓ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવે છે કે, "AICFF એ એક માધ્યમ છે જેના દ્વારા અમે વિશ્વભરના બાળકોને ચિલ્ડ્રન સિનેમાથી વાકેફ કરવા માંગીએ છીએ અને ખાસ કરીને જ્યારે દુનિયા માં ચિલ્ડ્રન સિનેમા પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે અને અમે ઇચ્છીએ છીએ કે વધુ લોકો બાળકોને લગતા કન્ટેન્ટ પર ધ્યાન આપે."